Ghogha

મંગળ પ્રસંગમાં અમંગળ ઘટના ; કુંડા ગામે માતાજીના માંડવામાં ધૂણતાં ધૂણતાં ભૂવાનું હૃદય બેસી જતાં મોત

Published

on

પવાર

કુડા ગામે માતાજીના માંડવામાં ધુણી રહેલા ભુવાનું મોત, ઘોઘા તાલુકાના બનાવથી અરેરાટી : મકાભાઇ દાનાભાઇ ગોહિલ અચાનક ઢળી પડયા, અરેરાટી

ઘોઘા તાલુકાના કુડા ગામે માતાજીના માંડવામાં ધુણતા ધુણતા ભુવાનું મોત થતા ઘેરો શોક છવાઈ ગયો છે.ઘોઘાની બાજુમાં આવેલ કુડા ગામે શિકોતર માતાજીના ૨૪ કલાકના નવરંગા માંડવાનું ગોહિલ પરીવાર દ્વારા આયોજન કરાયું હતું. જેમાં કુડા ગામે રહેતા કુટુંબના ભુવા મકાભાઈ દાનાભાઈ ગોહિલ (ઉ.૬૫)ના શરીરમાં દૈવીશક્‍તિનો પ્રવેશ થયો હોય એમ માંડવામાં ધુણતાં હતા

Unmangal incident in Mangal occasion; In Kunda village, Bhuwa died of heart failure while smoldering in Mataji's mandwa

તે સમયે અચાનક જ ઢળી પડ્‍યા હતા, જેથી ત્‍યાં હાજર લોકો દ્વારા તેમને ત્‍યાંથી તાત્‍કાલિક કોળિયાક સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જયા ફરજ પરના તબીબે આ આધેડભૂવાને મૃત જાહેર કર્યા હતા. આ અઘટીત બનાવને પગલે નાનકડા એવા સમગ્ર કુડા ગામમાં ધર્મમય વાતાવરણના સ્‍થાને ઘેરા શોકનું મોજું ફરી વળ્‍યું હતું. ઘોઘા તાલુકાના કુડા ગામે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન એક ભુવા ધૂણી રહ્યા હતા તે ધુણતા ધુણતા જ ઢળી પડ્‍યા હતા. જેથી દોડધામ મચી ગઈ હતી અને તાબડતોબ તેને કોળીયાક હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવ્‍યા હતા

Unmangal incident in Mangal occasion; In Kunda village, Bhuwa died of heart failure while smoldering in Mataji's mandwa

જયાં તબીબો એ તેમને મૃત જાહેર કર્યા હતા. ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભુવાનું મોત થતા અરેરાટી વ્‍યાપી ગઈ છે. છેલ્લા થોડા દિવસોથી હૃદયરોગની બીમારીનું પ્રમાણ વધ્‍યું છે અને હૃદય રોગના હુમલા જીવલેણ સાબિત થઈ રહ્યા છે. માતાજીના માંડવામાં ધુણતા ધુણતા અચાનક ભૂવાનું હૃદય બેસી જતા તેનું મોત થયું હતું. ભૂવાના મોતને પગલે ભારે અરેરાંટી મચી ગઈ હતી. ધાર્મિક પ્રસંગમાં ભૂવાના મોતને લઈ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

Advertisement

Exit mobile version