Bhavnagar
કેન્દ્રીય મંત્રી અર્જુનરામ મેઘવાળ લોકભારતી, સણોસરાની મુલાકાતે
- વિશ્વ હવે આપણને ‘એશિયાઈ’ નહીં ‘ભારતીય’ તરીકે ઓળખતા થયું છે-સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી અર્જુનરામ મેઘવાળ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનના સંદર્ભે પ્રકાશન અંગે લોકભારતી સણોસરા ખાતે યોજાયેલ વક્તવ્યમાં સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી અર્જુનરામ મેઘવાળે જણાવ્યું કે, વિશ્વ હવે આપણને ‘એશિયાઈ’ નહીં પરંતુ વિશિષ્ટ રીતે ‘ભારતીય’ તરીકે ઓળખતાં થયાં છે. તેઓએ લોકભારતીના શિક્ષણ પ્રણાલીની મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનસેવક તરીકેના ૨૦ વર્ષના કાર્યકાળ સંદર્ભે ‘મોદી એટ ટ્વેન્ટી : ડ્રીમ્સ મીટ ડિલિવરી’ પ્રકાશન અંગે સણોસરા સ્થિત લોકભારતી યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી અર્જુનરામ મેઘવાળ દ્વારા ગત શુક્રવારે વક્તવ્ય યોજાયું હતું.
જેમાં તેઓએ ભારતની વર્તમાન વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વધેલાં સ્થાન અંગે ગૌરવ વ્યક્ત કરી તે વડાપ્રધાનને આભારી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મંત્રીશ્રી અર્જુનરામ મેઘવાળે જણાવ્યું કે, અગાઉ ભારત આસપાસના દેશોના તમામ નાગરિકોનો ઉલ્લેખ ‘એશિયાઈ” તરીકે થતો હતો.જેમાં હવે આપણે આપણી છાપ અલગ ઊભી કરી શકતાં હવે આપણને ‘એશિયાઈ’ નહીં વિશિષ્ટ રીતે ‘ભારતીય’ તરીકે સૌ ઓળખતા થયાં છે. આ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની કુનેહ સાથેની દૃષ્ટિ કારણભૂત હોવાનું કહ્યું હતું.
તેમણે વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ સાથે શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિ અને સંવાદ કરી રચનાકાર શ્રી દુષ્યંતજીની રચનાઓનો આસ્વાદ કરાવ્યો હતો. લોકભારતીના વડાશ્રી અરુણભાઈ દવેની મુખ્ય ઉપસ્થિતિમાં શ્રી કાંતિભાઈ ગોઠીએ આવકાર સાથે પ્રારંગિક સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રી વિશાલ જોષીના સંચાલન સાથેના આ કાર્યક્રમની આભાર વિધિ શ્રી વિશાલ ભાદાણીએ કરી હતી.આ અવસરે લોકભારતી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.