Sihor

સિહોર ભાવનગર વચાળે આવેલ આવડ કૃપા ફેક્ટરી પાસે સરિયા ભરેલા ટ્રકની પલ્ટી

Published

on

બ્રિજેશ

સિહોર ભાવનગર વચાળે આવેલ ખોડિયાર નજીક સરિયા ભરેલા ટ્રકે પલ્ટી મારતા હાઇવે પર ટ્રાફીક સર્જાયો છે. અમારા સહયોગી બ્રિજેશ ગૌસ્વામી સ્થળેથી વિગતો આપતા જણાવ્યું હતું કે સિહોરથી ભાવનગર તરફ જઈ રહેલા સરિયા ભરેલા ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી મારી જવાની ઘટના બની છે

truck-overturned-near-awad-kripa-factory-in-sihore-bhavnagar

બ્રિજેશનું કહેવું છે ટ્રકની આગળ જતી કોઈ રીક્ષા વાહનને બચાવવા જતા ઘટના બની છે. બનાવમાં ટ્રકના ચાલકને ઇજા પણ થઈ છે, બનાવને લઈ થોડા સમય ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી. જોકે સ્થાનિક લોકોની મદદથી વાહન વ્યવહાર થોડી મિનિટોમાં પુનઃ શરૂ થયો હતો તેવું સહયોગી બ્રિજેશે કહ્યું હતું

Trending

Exit mobile version