Sihor
સિહોરના ગણેશનગરના મકાનમાંથી હજારોની તસ્કરી ; પરપ્રાંતિય પરિવારના ઘરે ચાંદી અને રોકડની ચોરી
પવાર
તરકપાલડી બાદ ગણેશ નગરમાં વધુ એક ચોરીની
જીઆઇડીસીમાં ઠેકેદાર તરીકે કામ કરતા સુરેશ કુમાર શાહના મકાનમાં તસ્કરોની ખેપ, પરિવાર એક માસથી વતન ગયો હતો કબાટની તિજોરીમાં રાખેલ રોકડ અને ચાંદીના દાગીના સહીતની ચોરી થઈ, પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો
સિહોર તાલુકાના તરકપારડી ગામે રહેતા પરિવારને ત્યાં ચૂંટણીના દિવસે થયેલી હજી ચોરીની ઘટના શમી નથી ત્યાં ત્યાં વધુ એક ઘટનાને અંજામ આપ્યો છે સિહોરના ગણેશ નગરમાં રહેતો પરિવાર એક માસ પુર્વે પોતાના વતનમાં ગયો હતો તે વેળાએ તસ્કરોએ બંધ રહેણાકી મકાનના તાળા તોડી ગેરકાયદે પ્રવેશ કરી કબાટની તિજોરીમાં રાખેલ રોકડ ચાંદીના દાગીના ચોરી કરી નાસી છુટયા હતા
બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર ઘસી ગયો હતો બનાવની જાણવા મળતી વિગતો અનુસાર સિહોરના ગણેશ નગરમાં રહેતા અને જીઆઈડીસીમાં કામ કરતા સુરેશ કુમાર શાહનો પરિવાર એક માસ પૂર્વે તેમના વતન ગયા હતા અને જેઓ ગઇકાલે પરત કર્યા હતા તે સમયગાળા દરમિયાનગત અજાણ્યા શખ્સોએ તેઓના રહેણાકી મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી દરવાજાનું તાળુ તોડી નાખી મકાનમાં રાખેલ કબાટની તિજોરીમાં રાખેલ રોકડ અને ચાંદીની માલમત્તાની ચોરી કરી નાસી છુટયા હતા .
ચોરીના બનાવને લઈ ગણેશનગરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને લોકો એકઠા થઈ ગયા હતા જ્યારે બનાવની જાણ થતા સિહોર પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો એક પછી એક ચોરીઓની ઘટનાઓથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે