Sihor
આજનો વિધાર્થી મજબુર નહિ મજબૂત બને ; યોગેશ જોશી
બ્રિજેશ
સિહોર સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે આજનો વિદ્યાર્થી મજબુર નહીં ૫ણ મજબૂત કેવી રીતે બની શકે તે વિષય ૫ર મોટીવેશન સેમિનાર યોજાયો, યોગેશ જોશીએ જબરદસ્ત વ્યક્તવ્ય આપ્યું
સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે ગઇકાલે શનિવારના રોજ ધોરણ ૯ થી ૧ર નાં વિદ્યાર્થીઓને ડો.યોગેશભાઇ જોષી(આસિ.પ્રો./ ઈ.આચાર્ય,ગોપીનાથજી મહિલા કોલેજ,સિહોર) દ્વારા ‘આજનો વિદ્યાર્થી મજબુર નહીં ૫ણ મજબૂત કેવી રીતે બની શકે” તે વિષય ૫ર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સેમિનારમાં ડો.યોગેશભાઇ જોષી દ્વારા વિદ્યાર્થીઓને પોતાના લક્ષ સુઘી પહોંચવા માટે મજબુર બન્યા વગર મજબૂત બની આગળ વઘવા માટે પ્રેરણાત્મક વાતો ઉદાહરણો સાથે કરવામાં આવી હતી.
તેઓએ મજબૂત બનવા માટે M=3D અને 3Cની ફોમ્યુલા 3D (૧) ગૌરવ યુક્ત વર્તન(ર)સમર્પણ (૩) કુશળતા અને 3C આત્મવિશ્વાસ, એકાગ્રતા, સંર્પક, ઘૈર્ય, નીતિમત્તા જેવા ગુણો વિશે ઉદાહરણ અને વાર્તા સ્વરૂપે ખૂબજ સરળતાથી વિદ્યાર્થીઓને સમજાય તે રીતે પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યા હતાં.સાંપ્રત સમયમાં વિદ્યાર્થીઓને મજબૂત રીતે ઉભો થવા માટેના ૫ડકારો અને તે ૫ડકારોને પાર કરી ઘ્યેય પ્રાપ્તિ માટે કઈ રીતે આગળ વઘવું તેના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. છેલ્લે વિદ્યાર્થીઓને મુંજબવતા પ્રશ્નોની ૫ણ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.