Sihor

સિહોરના ઘાંઘળી પાસે તાત્કાલિક તૂટેલી પાણીની લાઈન રીપેરીંગનું કામ શરૂ

Published

on

દેવરાજ

  • સિહોરના પાણી વિભાગના કર્મીઓ નગરપાલિકા પ્રમુખ, ચીફઓફિસર, પાણી પુરવઠા ચેરમેન સહિતના સ્થળે દોડી ગયા

સિહોરના ઘાંઘળી ગામ નજીક નર્મદા લાઈનમાં ભંગાણ સર્જાતા શહેરનો પાણી પૂરવઠો અનિયમિત બન્યો છે શહેરની જનતાને છેલ્લા ઘણા દિવસથી મહીપરીએજ ના પાણીની હેરાનગતિ ઉભી થઇ હોય સિહોરના અમુક વિસ્તારોની અંદર ૧૫/૧૫ દિવસ થી પાણી વિતરણ થયું નથી

the-work-of-repairing-the-broken-water-line-has-started-immediately-near-ghangli-in-sihore

જેને લઈ શહેરના લોકોને હેરાનગતિ ઉભી થઇ છે આજે સિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમ અલ્પેશભાઈ ત્રિવેદી પાણી પુરવઠા ચેરમેન મુન્નાભાઈ રબારી તેમજ પાણી વિભાગના સુપરવાઇઝર દેહુરભાઈ મેર વગેરે ઘાંઘળી નજીક તૂટેલી લાઈનના બનાવ સ્થળે પોહચી ગયા હતા પાણી પુરવઠા અધિકારી મકવાણાને જાણ થતા તેઓએ તત્કાલ મહીપરીએજ ની પાણીની લાઈન લીકેજ હોય તે માટે તેઓએ તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરી હતી શહેરની જાહેર જનતાને વહેલામાં વહેલી તકે પાણી મળી રહે તે માટેના પુરા પ્રયત્ન કરવામાં આવ્યા હતા

Trending

Exit mobile version