Sihor
સિહોરના ભાવનગર રોડ પર લીકેજ પાણીની લાઈનનું મરામત કરાયું ; 20 કલાક કામગીરી શરૂ રહી
પવાર
મલય બંગલો તેમજ જાગૃતિ સ્ટુડિઓ પાસે છેલ્લા દિવસોથી પાણીની લાઈનમાં લીકેજ ચાલુ હતું, એક બાજુ લોકોને પાણી મળતું નથી ત્યારે બીજી તંત્ર દ્વારા નોનસ્ટોપ 20 કલાક કામગીરી કરી લીકેજ લાઈનો રીપેરીંગ કરવામાં આવી
એક બાજુ સિહોર શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે. કેટલીય જગ્યાએ પીવાનું પાણી પૂરતા પ્રેસર થી મળતું નથી ઘણી જગ્યાએ તો પાણી ગંદુ મળી રહ્યું છે. નાગરિકોને પીવાનું પાણી વેચાતું લાવવું પડે તેવી સ્થિતિ છે, ત્યારે લીકેજના કારણે હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થાય છે. હાલ ભાવનગર રોડ આવેલ મલય બંગલો તેમજ જાગૃતિ સ્ટુડિઓ પાસે છેલ્લા દિવસોથી પાણીની લાઈનમાં લીકેજ ચાલુ હતું, લાઈન લીકેજના કારણે પીવાનું પાણી રોડ પર વેડફાઈ રહ્યું હતું.
જે રોડ પરથી ના અનેક અધિકારીઓ કર્મચારીઓ અને કોર્પોરેટરોની અવાર-જવર છે પરંતુ આ લીકેજ બંધ કરાવી પાણી બગાડ અટકાવી તંત્રનું ધ્યાન દોરવા સુધી તસ્દી લીધી ન હતી પરંતુ ગઈકાલે તંત્ર દ્વારા નોનસ્ટોપ 20 કલાક કામગીરી કરી લીકેજ લાઈનો રીપેરીંગ કરવામાં આવી હતી સ્થાનિક મીડિયાએ અનેકો વખત આવા પીવાના પાણીના ક્યાંય પણ લીકેજ હોય તો તેને તાત્કાલિક સમારકામ કરાવવા જોઈએ, પરંતુ વહીવટી તંત્ર ધ્યાન આપતું નથી. જોકે અહીં કામગીરી સિહોર નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ ના પૂર્વ ચેરમેન અલ્પેશ ત્રિવેદીની હાજરીમાં સવાર 8 થી લઈ રાત્રી ના 12 વાગ્યા સુધી અંદાજે 20 કલાક સુધી પાણી પુરવઠા વિભાગની ટીમ દ્વારા રીપેરીંગ હાથ ધરવામાં આવી હતી.