Sihor
સિહોરમાં ભડલી ગામે નિર્માણ થઈ રહેલા મુરલીધર ભગવાનના મંદિરના રથનું ભવ્ય સ્વાગત કરાયું
પવાર
નવા મંદિરના નિર્માણ દરેક ગામોથી આવેલ ઇટોને રથમાં લવાઈ
ક્ષત્રિય ગોહિલ પરિવારના ઇષ્ટદેવ મુરલીધર દાદા ના મંદિર નું નવ નિર્માણ નું કાર્ય પચ્છેગામ મુકામે થઈ રહ્યું છે. જેમાં ક્ષત્રિય ગોહિલ પરિવાર ના ભાવનગર જિલ્લાના ગામોમાં થોડા દિવસો પહેલા પૂજન માટે ઈંટો મુકવામાં આવી તે ઈંટો પૂજન કરી પરત પચ્છેગામ મુકામે લઈ જઈ મંદિર ના કાર્યમાં લેવાની હોઈ આ માટે દરેક ગામોમાં રથ દ્વારા ઈંટો લેવાં માટે જતાં હોય છે.
જે આજે સિહોરના ભડલી ગામે પધારતાં ગામના વડીલો,યુવાનો, બાળકો,બહેનો તેમજ નાની બાળાઓ દ્વારા રથની ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામ આખું શ્રી કૃષ્ણ ના રંગ માં રંગાઈ ગયું હતું.
આ મંદિર નું નિર્માણ કાર્ય બહુ સમય પછી કરવામાં આવી રહયુ હોવાથી ક્ષત્રિય ગોહિલ સમાજના દરેક વ્યક્તિ ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો હતા. અંદાજે આઠ થી નવ કરોડના ખર્ચે તૈયાર થતું આ મુરલીધર ભગવાન નું મંદિર ખરેખર મીની દ્વારકા થવા જઈ રહ્યું હોય તેવું લોકોને લાગી રહ્યું છે