Bhavnagar

ભાવનગરના પીંગળી ગામે કરોડોના ખર્ચે લક્ષ્મણધામ મંદિરનું નિર્માણ થશે

Published

on

પવાર

ભાવનગર જિલ્લા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા પિંગળી ગામે કરોડોના ખર્ચે શ્રી લક્ષમણધામ મંદિરનું ભવ્ય નિર્માણ થશે.ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીંગળી ગામ ખાતે ભાવનગર જિલ્લા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ તેમજ પ.પૂજ્ય લક્ષષ્ણદાસજી બાપુ સેવક સમુદાય દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પીંગળી ખાતે પાલીતાણા હાઇવે પર રોડ ટચ સાડા-પાંચ વીઘા જગ્યા લેવામાં આવી છે અને આ જગ્યામાં પરમ પૂજ્ય સંતશિરોમણી સૌરાષ્ટ્ર કેસરી મહામંડલેશ્વર 1008 શ્રી લક્ષ્મણદાસજી બાપુનું ભવ્ય મંદિર નું નિર્માણ કરવામાં આવનાર છે.

Laxmandham temple will be constructed at Pingli village of Bhavnagar at the cost of crores

મંદિર સંકુલની અંદર સમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અધતન સુવિધા સભર ભવ્ય ભવનનું પણ નિર્માણ કરવામાં આવનાર છે. તેમજ બહારગામથી આવતા ભાવિક ભક્તોના ઉતારા માટે ભવ્ય ધર્મશાળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું મંદિર નિર્માણના પ્રમુખ અને સમાજ અગ્રણી અગરસિંહ રાજાભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે મો.9375912000 નો સંપર્ક કરવા જણાવ્યું છે.

Exit mobile version