Sihor

શંખનાદનો પડઘો ; સિહોરના ભાવનગર રોડ પર લીકેજ પાણીની લાઈનનું રીપેરીંગ કામ શરૂ

Published

on

પવાર

સિહોરના ભાવનગર રોડ જાગૃતિ કલર લેબ પાસે છેલ્લા કેટલાક દિવસોથી પાણીની લોકેજ લાઈન હોવાના કારણે પાણીનો વેડફાટ થતો હતો. હાઇવે પર પાણીની રેલમછેલ જોવા મળતી હતી. સ્થાનિક લોકો દ્વારા તંત્રના અધિકારીઓને અવારનવાર રજુઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ આવતું ન હતું

the-echo-of-the-shankhnad-news-repairing-work-of-leakage-water-line-started-on-bhavnagar-road-sihore

જેના કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી હતી, સમસ્યાને લઈ પરમ દિવસે બુધવારે સ્થાનિક લોકોનો અવાજ શંખનાદ બન્યું હતું અને અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ આજે નગરપાલિકા તંત્ર દ્વારા લીકેજ લાઈન રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી લોકોમાં અને ખાસ કરીને વાહન ચાલકોમાં રાહતની લાગણી વ્યાપી છે

Exit mobile version