Sihor

ધરતીએ રીતસર વાદળાની ચાદર ઓઢી

Published

on

દેવરાજ

સિહોર સાથે જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયું ; હિલસ્ટેશન જેવો માહોલ સર્જાયો

રાજ્યમાં ચાર-પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે સિહોર સહિત જિલ્લામાં ત્રણ-ચાર દિવસથી વાતાવરણ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને જેમાં આજ વહેલી સવારે ધૂમમ્સ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, નજીકની વસ્તુ ના દેખાય તેવો ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, વિઝિબિલિટી ડાઉન થવાને કારણે નાના-મોટા તમામ વાહનોએ હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી. સિહોર સાથે જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણ પલટો આવ્યા બાદ વાદળછાયું વાતાવરણને કારણે જિલ્લામાં સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સિહોર પંથકમાં પણ ગઇકાલે છુટ્ટા છવાયા કમોસમી છાંટા પણ પડ્યા હતા જેના કારણે પવન સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ઘણા લાંબા સમય પછી સવારે સાત કલાકે આવો અદભુત ધુમ્મસ નો નજારો જોવા મળ્યો છે. ધરતી એ રીતસર વાદળાની ચાદર ઓઢી છે.

The earth gradually shed a sheet of clouds

શિયાળો ઉનાળો, કે ચોમાસું નક્કી થઈ શકે એવું નથી પણ કોઈ પણ હિલ સ્ટેશન જેવું વાતાવરણ એકદમ ઠંડક અને વાદળાંઓ વચ્ચે ઉભા રહેવાનો પણ અત્યંત આનંદ આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાઢ ધુમ્મસ છવાયું હતું, સવારે ગૌતમેંશ્વર તળાવ પર હિલ સ્ટેશન પર હોય તેવું ગાઢ ઘુમમ્સ છવાયું હતું, મુખ્ય રસ્તાઓ પર ચારે તરફ ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળતા આહલાદક નજારો જોવા મળ્યો હતો, પણ વાહનચાલકોને થોડેક અંશે મુશ્કેલીમાં મુકાયા હતા કારણકે ઘુમમ્સ એટલું ગાઢ હતું કે નજીકના અંતરે થી પણ કોઇપણ વસ્તુઓ દેખાતી ન હતી અને વાહન ચાલકોને ફરજીયાત પણે લાઈટો ચાલુ રાખી ને ધીમે ધીમે પસાર થવું પડ્યું હતું.

Advertisement

Exit mobile version