Bhavnagar

ઘરના ઘરનું સપનું પૂર્ણ ; ભાવનગરમાં 1024 આવાસોનું લોકાર્પણ, વડાપ્રધાને લાભાર્થી સાથે વાત કરતા ભાવનગરી ગાંઠિયા યાદ કર્યા

Published

on

બરફવાળા

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા 1024 આવાસોત્સવ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી સમગ્ર ગુજરાતના કુલ રૂ.2452 કરોડ રુપિયાના વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભાવનગરમાં તરસમીયા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત 1024 આવાસોનું ઇ-લોકાર્પણ પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું.

The dream of home is fulfilled; Launch of 1024 housing units in Bhavnagar, Prime Minister recalls Bhavnagari knots while talking to beneficiaries

ભાવનગરના લાભાર્થી સોનલબેન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વાતચીતમાં કરતા પૂછયું હતું કે તમે ઘરે કેવું મળ્યું છે, પહેલા તમારું મકાન કેવું હતું અને ક્યાં રહેતા હતા, તેના જવાબ માં લાભાર્થીએ બહેનએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી ભાડાના મકાન માં રહેતી હતી, સોનલબેનના પુત્ર ઉદય ને પણ પૂછ્યું હતું કે ઘર કેવું લાગ્યું અને મેદાન છે, ભાવનગરના ગાંઠિયા ખાતા રહેજો તેમ કહેતા લાભાર્થીએ નરેન્દ્રભાઈ મોદી ને પોતાના ઘરે ખાવા આમંત્રણ આપતા પીએમ જરૂર જરૂર કહ્યું હતું.

The dream of home is fulfilled; Launch of 1024 housing units in Bhavnagar, Prime Minister recalls Bhavnagari knots while talking to beneficiaries

તરસમીયા ખાતે 1024 આવસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, EWS-1 માં 832 આવાસો માં એક લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન, વોશ એરીયા અને બાથરૂમ જે 28.50 ચો.મીટરના મકાનો તથા EWS-2માં 192 આવસોમાં એક લિવિંગ રૂમ, બેડરૂમ, કિચન, વોશ એરીયા તથા બાથરૂમ જે 35 ચો.મીટરમાં બનાવવામાં આવ્યા છે જે કુલ 1024 આવસો 52.77 કરોડ ના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે, આ તકે મેયર કીર્તિબાળા દાણીધારિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા છેવાડાના માણસો પોતાના ઘરના ઘર નું સ્વપ્ન પૂર્ણ કરવા સતત કામગીરી કરી રહ્યા છે. આશરે 52.77 કરોડના ખર્ચે તૈયાર થયેલ આવાસ યોજના દ્વારા તૈયાર થયેલ આવાસ મધ્યમ વર્ગનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે. છેવાડાના માણસ થી લઈ મોટા ઉદ્યોગપતિ સુધીના તમામ લોકો માટે સરકાર દ્વારા યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

The dream of home is fulfilled; Launch of 1024 housing units in Bhavnagar, Prime Minister recalls Bhavnagari knots while talking to beneficiaries

આ તકે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ જણાવ્યું હતું કે,ઘર ના ઘરનું સ્વપ્ન સાકાર કરવાનો અવસર એટલે અમૃત આવાસોત્સવ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાનામાં નાના માણસની ચિંતા કરી આ યોજના અમલમાં મૂકી. રાજ્ય સરકાર દ્વારા પણ સમગ્ર ગુજરાતને ઝૂંપડપટ્ટી મુક્ત કરવા માટે આવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેથી નાના અને મધ્યમ વર્ગના લોકોને સરળતાથી આવાસો ઉપલબ્ધ કરાવાય છે. આ આવાસોમાં પાયાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

Advertisement

Trending

Exit mobile version