Gariadhar
ગારિયાધારના ખેડૂત પરિવારોની દીકરીએ ધો.10 માં રાજ્યમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું.
પવાર
ગરિયાધારની દીકરીએ માર્યું મેદાન.
99.97 pr સાથે રાજ્યમાં ત્રીજા ક્રમની સિદ્ધિ પ્રાપ્ત કરી, દેવી કિરીટભાઈ ધામેલીયા એ રાજ્યમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો, પરિવાર સાથે કરી ઉજવણી અને કહ્યું મારી મહેનત અને ગુરુજનો નું માર્ગદર્શન ફળ્યું.
આજે જ્યારે ધો.10 નું પરિણામ જાહેર થયું છે જેમાં રાજ્યમાં ભાવનગર જિલ્લો 69.70%સાથે પાંચમા ક્રમે રહ્યો છે. પરંતુ ભાવનગર જિલ્લા માટે ગૌરવ રૂપ કહી શકાય તેમ ગારિયાધારમાં વાલમ વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક ખેડૂત પરિવારની દીકરીની મહેનત રંગ લાંવી છે .
જેમાં કિરીટભાઈ ધામેલીયા કે જે પોતે ખેડૂત છે અને તેમની દીકરી દેવી કે જેમણે ધો.10 ની આપેલી પરીક્ષામાં 99.97 pr. સાથે જિલ્લામાં પ્રથમ અને રાજ્યમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. દેવી એ કરેલી મહેનત રંગ લાવી જેથી આજે આખો પરિવાર ઝૂમી ઉઠ્યો છે જ્યારે મો મીઠું કરાવી આ ખુશીની પળની ઉજવણી કરી હતી.જ્યારે વિદ્યાર્થીઓને યોગ્ય ટાઈમ ટેબલ સાથે નિર્ભય બની બોર્ડની પરીક્ષા આપવા તેમજ સિદ્ધિ પ્રાપ્ત કરવા પણ અનુરોધ કર્યો છે.