Bhavnagar

ભાવનગર સહિત રાજ્યમાં ધો.1 થી 8 સુધી ગુજરાતી ફરજીયાત: વિધાનસભામાં ખરડો મંજુર

Published

on

બરફવાળા

  • ગુજરાત સહીત તમામ રાષ્ટ્રીય બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓનો સમાવેશ : શાસક ભાજપ ઉપરાંત વિપક્ષ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીનો પણ ટેકો: આગામી શૈક્ષણીક વર્ષથી અમલ: નિયમભંગ બદલ માન્યતા રદ સહીતની જોગવાઈ

ગુજરાતમાં ધો.1 થી 8 સુધી ગુજરાત શિક્ષણને ફરજીયાત બનાવતો ખરડો આજે રાજય વિધાનસભામાં સર્વાંનુમતે મંજુર થયો હતો. શિક્ષણમંત્રી કુબેર ડીંડોર દ્વારા રજુ થયેલા ખરડો ચર્ચા બાદ ભાજપ ઉપરાંત કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ પણ ટેકો આપ્યો હતો અને આ ખરડામાં ધો.1 થી 8 તમામ બોર્ડનો અભ્યાસક્રમ ચલાવતી શાળાઓને લાગુ થશે તથા તેમાં ભંગ બદલ માન્યતા રદ કરવા સહીતના પગલાની જોગવાઈ છે આ ખરડાને રાજયપાલની મંજુરી બાદ આગામી શૈક્ષણીક વર્ષથી અમલી બની જવાની શકયતા છે. રાજયની શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા અંગેનું બિલ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે વિધાનસભા ગૃહમાં રજુ કર્યુ ત્યારે વિપક્ષ નેતા અમિત ચાવડાએ ટિપ્પણ કરી સવાલ કર્યો હતો કે, સરકારને હવે કેમ યાદ આવ્યું કે, ગુજરાતી ભાષા ફરજીયાત કરવી જોઇએ.

Gujarati compulsory from 1st to 8th grade in state including Bhavnagar: Bill approved in Assembly

ચાવડાએ એવી પણ ટકોર કરી હતી કે વિદ્યાર્થીઓની સાથે સાથે સરકારી અધિકારીઓ પણ ગુજરાતી ભાષામાં વ્યવહાર કરે તેવી પણ ટકોર કરી છે. રાજયની તમામ શાળાઓમાંં ગુજરાતી વિષય ફરજીયાત ભણાવવા અંગેનું બિલ રજુ થયું હતું. જેને પગલે હવે રાજયની તમામ શાળાઓમાં 1 થી 8 ધોરણમાં ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ આજે આ બીલ રજુ કરાયું હતું. દરમ્યાન અગાઉ અનામત પાટીદાર આંદોલન કરનાર હાલ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે ફરજીયાત ગુજરાતી વિષય મુદે ગૃહમાં મોટું નિવેદન કર્યુ હતું કે, કોઇ મુદે બિલ લાવવું અને કાયદો ઘડવો અઘરો છે. કોઇપણ બિલ પસાર કરવામાં ખુબ મહેનત કરવી પડે છે. હાર્દિકના આ નિવેદનને લઇને એવી ચર્ચા છે કે, અનામત આંદોલન કરનાર હાર્દિકને હવે કાયદાનું બ્રહ્મજ્ઞાન થયું છે કે, આંદોલન કરવું, રસ્તા પર હોબાળો કરવો સરળ છે પણ વિધાનસભામાં કાયદો પસાર કરવો અઘરો છે.

Exit mobile version