Bhavnagar

ભાવનગરમાં 27 વર્ષથી ચાલી રહેલી લડતનો અંત, આખરે અશાંત ધારો લાગુ કરાયો

Published

on

કુવાડિયા

વર્ષો જૂની લાગણીનો સ્વીકાર થતા હિન્દુ સંગઠનોમાં આનંદની લાગણી ફેલાઇ :પૂર્વના ધારાસભ્ય સેજલબેન રાજીવ કુમાર પંડ્યાની રજૂઆતને સફળતા : અશાંત ધારો લાગુ કરવા માટે હિન્દુ સંગઠનો દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, હિંદુ સંગઠનો અને લોકોમાં ખુશીનો માહોલ

ભાવનગર પૂર્વમાં અશાંતધારો લાગુ થતાં લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્રણ દિવસ પહેલા અશાંતધારો લાગુ કરવા માટે ભાવનગરના ધારાસભ્ય અને સાંસદને હિન્દુ સંગઠનો દ્વારા દસ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.  ભાવનગરના પૂર્વ વિધાનસભા વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. ભાવનગરની આ વર્ષો જૂની લાગણી નો સ્વીકાર થતા હિન્દુ સંગઠનોમાં આનંદની લાગણી ફેલાઇ જવા  પામી છે. આખરે ભાવનગર શહેરના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે આ અંગેનું નોટીફિકેશન જાહેર કરવામાં આવેલ છે. ભાવનગરના પૂર્વના ધારાસભ્ય સેજલબેન રાજીવ કુમાર પંડ્યા ની ઉગ્ર રજૂઆતને કારણે ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે.

the-ashant-act-was-finally-implemented-ending-the-27-year-long-struggle-in-bhavnagar

અશાંત ધારા હેઠળ ભાવનગર પૂર્વના રાણીકા, પ્રભુદાસ તળાવ, ભગા તળાવ, ક્રેસન્ટ ગાંધી સ્મૃતિ, આંબાવાડી, બોરડી ગેઈટ, ગીતા ચોક, યશવંતરાય નાટય ગૃહ, ડોન ચોક, ડેરી રોડ, તિલકનગર સહિતના વિસ્તારોમાંના ઘણા ખરા ભાગને આવરી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં હિન્દુ સંગઠનો દ્વારા અશાંત ધારા માટે હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર લડત ચલાવવામાં આવી રહી હતી .અને આજે જ બપોરે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાના નિવાસ્થાને ધરણા કરવામાં આવ્યા હતા અને પોલીસે અનેક લોકોની ધરપકડ  કરી હતી. સાંજે અશાંત ધારોલાગુ કર્યા ના સમાચાર આવતા હિન્દુ સંગઠનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

આ વિસ્તારોમાં અશાંતધારો લાગૂ કરાયો!

Advertisement

ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં હિન્દુ સંગઠનોની રજુઆત અને ધારાસભ્ય સેજલબેન પંડ્યાના પ્રયાસથી અશાંતધારો લાગુ થયો છે. શહેરના ભગાતળાવ, રાણીકા, બોરડીગેઇટ, પ્રભુદાસ તળાવ, ગીતા ચોક, ડોન ચોક, ડેરી રોડ, મુનિ ડેરી, તિલકનગર, જૂની માણેકવાડી, નવી માણેકવાડી, આનંદ નગર, ક્રેસન્ટ, મેઘાણી સર્કલ, આંબાવાડી, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ, સરદાર નગર, ભરતનગર, શિશુવિહાર, કરચલિયા પરા, ખેડૂત વાસ, શિવાજી સર્કલ વિસ્તારોમાં અશાંતધારો લાગુ થયો છે.

Trending

Exit mobile version