Bhavnagar

અશાંતધારા લાગું કરવાની માંગ સાથે મહારેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Published

on

પવાર

  • સરકાર દ્વારા આ મુદ્દે ગંભીરતાથી તત્કાળ નિર્ણય લેવામાં આવે એવી પ્રબળ માંગ

ભાવનગર શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે અશાંત ધારા નાગરિક સમિતિની આગેવાની હેઠળ ભાવનગર ખાતે રેલી યોજી કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગરના જશોનાથ સર્કલ ખાતેથી નીકળેલી રેલી માં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

a-rally-was-held-demanding-implementation-of-the-ashantdhara-and-a-petition-was-given-to-the-collector

આ રેલી ગંગાજળિયા તળાવ ઘોઘા ગેટ મોતીબાગ થઈને કલેકટર કચેરી ખાતે પહોંચી હતી આ રેલીમાં જોડાયેલા લોકો દ્વારા કલેક્ટર કચેરી સમક્ષ રામધૂન લીધી હતી તદ ઉપરાંત આગેવાનોની વિનંતીને માન આપીને અધિક કલેકટર બી જે પટેલ ઓફિસ નીચે આવીને આવેદનપત્ર નો સ્વીકાર કર્યો હતો  ભાવનગરના અનેક હિંદુ વિસ્તારોમાં પ્રશાંતધારાનો અમલ કરવો જરૂરી હોય અશાંતધારા નાગરિક સમિતિ પ્રેરિત રેલી અને આવેદન પત્ર આપવાના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિવિધ વિસ્તારોના મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલા આવેદનપત્રો અધિક કલેકટરને આપી રજૂઆતો કરવામાં આવી હતી

Exit mobile version