Sihor

સિહોર શહેર તેમજ તાલુકામાં મિનરલ વોટરના નામે થતી ખુલ્લે આમ છેતરપિંડી

Published

on

પવાર

  • શુદ્ધ પાણીના નામે સાદુ પાણી ગ્રાહકોને પધરાવી દેવાતું હોવાની ફરિયાદ ; તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી, પાણીજન્ય રોગ ફેલાવાની ભીતિ

સિહોર શહેરમાં મિનરલ વોટરના નામે લોકોને સાદુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે. લુઝ મિનરલ વોટર પાણીના જગમાં ભરીને લોકોના ઘર અને દુકાનો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. ફુડ સેફ્ટિ નિયમોનું પાલન થઇ રહ્યું નથી. લોકો પાસેથી શુદ્ધ પાણીની નામે પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર આ મામલે ચુપકિદી સેવી રહ્યું છે. જનઆરોગ્યના ભોગે મોટો વેપાર કરાઇ રહ્યો છે. આજકાલ ધાર્મિક શુભ પ્રસંગો વાર તહેવાર જાહેર કાર્યક્રમો તેમજ લગ્ન સિઝન પુર જોશમાં ચાલી રહી છે

such-open-fraud-in-the-name-of-mineral-water-in-sihore-city-and-taluka

ત્યારે સિહોર અને તાલુકામાં લુઝ મિનરલ્સ વોટરના નામે નિયમો વિરુદ્ધ ગુણવત્તા તપાસ્યા વગરનું સાદુ પાણી ભરીને પાણીની અંદર ફુડ સેફ્ટી ડીપાર્ટમેન્ટના નિયમ વિરુદ્ધ લુઝ ઠંડુ પાણીના જગ ભરબજારે વહેલી સવારથી વેપલો ચાલી રહ્યો ત્યારે કેટલાક પાણી નો વેહપાર કરનારા પાણી ના જગ પણ અંદરથી બરાબર સાફ કરતા હોતા નથી તેમજ પ્લાસ્ટિક ની બોટલ માં ઘણા સમયથી તાપ રહેલું પાણી પીવાથી જીવલેણ પાણી જન્ય રોગ થઈ શકે છે જે મનુષ્ય માટે આરોગ્ય લક્ષી ગંભીર પ્રશ્ન છે જેના કારણે પાણી જન્ય રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઇ છે. તાલુકામા ગેરકાયદેસર લુઝ પાણી ના જગ બોટલો માં વેપલો ચાલી રહ્યો હોવાની બુમો સંભળાતી જોવા મળે છે. તંત્ર જાગે તે જરૂરી છે

Exit mobile version