Sihor

સિંહોર પાલિકા દ્વારા ભૂતિયા નળ ગટર કનેક્શનો નિયમિત કરવા ખાસ ઝુંબેશ

Published

on

પવાર

તમામ 9 વોર્ડમાં અલગ અલગ ટિમો બનાવાય, સઘન તપાસ હાથ ધરાશે, નગરજનોએ નિયમિત વેરો ભરવા અનુરોધ

સિહોર નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર નળ અને ગટર કનેક્શનને કાયદેસર કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભાવનગર પ્રાદેશિક કમિશ્નનર ની કડક સૂચના અને આદેશને લઈ સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર મારકણા દ્વારા ટેકસ વિભાગ નળગટર વિભાગ સહિત ની સરવેલન્સ ટીમ બનાવી આવતા એક સપ્તાહમાં પાલિકા દ્વારા રીક્ષા દ્વારા પ્રચાર અને પ્રસાર સાથે દરેક વોર્ડ માં ફરી ગેરકાયદેસર નળ ગટર કનેકક્ષન ને કાયદેસર કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. કારણકે સિહોરમાં વસ્તી પ્રમાણે વધુ પાણી સપ્લાય થાય છે.

Special campaign to regularize ghost tap sewer connections by Sinhore Municipality

તેમજ દરેક વોર્ડ માં અમુક આસામીઓ દ્વારા ગેરકાયદેસર નળ ગટર કનેક્શન નું જોડાણ પણ મેળવનાર સામે કડક કાર્યવાહી કરવા ઝુંબેશ હાથ ધરાઇ રહી છે ત્યારે ચીફ ઓફિસર મારકણા એ શંખનાદને જણાવેલ કે જે કોઈ આસામીઓ એ ગેરકાયદેસર નળ ગટર કનેક્શન લીધા હોય તેઓ ને કાપી નાખવા અથવા કાયદેસર ફી ભરી કનેક્શન મેળવવા અલગ અલગ ટીમ બનાવવા માં આવેલ છે જેમાં રાજુભાઈ ટીમ્બલીયા(પ્રજાપતિ), આનંદભાઈ રાણા ( સેનેટરી ઇન્સ્પેકટર) ભરતભાઈ ગઢવી, હરદેવસિંહ ઘેલડા, જીતુભાઈ છાંટબાર , નિલેશ બારોટ, ભરતસિંહ મોરી, સહિતની ટીમ દરેક વોર્ડ માં ચીફ ઓફિસર મારકણા સહિત ની ટીમ ડોર. ટુ ડોર ચેકીંગ હાથ ધરાશે અને દરેક વોર્ડ માં સર્વે પણ હાથ ધરવામાં આવશે જેને લઇ માત્ર બે દિવસ માં ૪૦ થી વધુ ગેરકાયદેસર કનેક્શન ને નિયમ મુજબ રકમ લઈ રેગ્યુંલાઈઝ કરવામાં આવેલ છે.

Advertisement

Trending

Exit mobile version