Sihor
રજાના દિવસોમાં પણ સિહોર નગરપાલિકા ટેક્સ વિભાગ ખુલ્લો રહેશે
પવાર
સિહોર નગરપાલિકા ચીફ ઓફિસર મારકણા દ્વારા એક અગત્યની જાહેરાત કરી છે જણાવવામાં આવ્યું છે કે નાણાકિય વર્ષ 2022 – 2023નાં અંતિમ માર્ચ માસ દરમિયાન શહેરનાં મિલ્કત વેરા, નળ- ગટર વેરા ભરપાઇ કરવાનાં બાકી કરદાતાઓ જાહેર રજાનાં દિવસો દરમિયાન બપોર નાં 2 -00 કલાક સુધી, સિહોર નગરપાલિકા કચેરી, ટેક્સ વિભાગમાં ભરપાઇ કરી શકશે,
આથી સિહોર નગર પાલિકા દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવે છે કે આપનાં બાકી કરવેરા માર્ચ માસ વર્ષ 2023 દરમિયાન વહેલી તકે ભરપાઇ કરી આપવા નમ્ર અનુરોધ સાથે સાથ સહકાર આપવા નમ્ર અનુરોધ કરવામાં આવેલ છે