Gujarat

તો માસ્ક ફરજીયાત થશે: ઋષિકેશ પટેલ

Published

on

કુવાડિયા

કોરોનાની સંભવિત સ્થિતિ સામે રાજયભરમાં મોકડ્રીલ યોજાઈ, રાજયમાં કોરોનાના કેસ હજુ ઓછા છે: આરોગ્યમંત્રી, સ્થિતિ પર સરકારની નજર: કોરોના સામે તૈયારીની સમીક્ષા

ગુજરાતમાં કોરોના સામેની સાવધાનીના ભાગરૂપે આજે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્યમંત્રી શ્રી ઋષીકેશ પટેલે ગાંધીનગરની સિવિલ હોસ્પીટલમાં કોરોના સામેની તૈયારીની સમીક્ષા કરી હતી અને બાદમાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી રાજયની અન્ય હોસ્પીટલોમાં યોજાયેલી મોકડ્રીલ અંગે પણ માતિ મેળવી હતી. શ્રી પટેલે ખાસ કરીને હોસ્પીટલમાં આઈસીયુ સુવિધા સહિતની બેડ ઉપરાંત ઓકસીજનની ઉપલબ્ધી અંગે માહિતી મેળવી હતી. બીજી લહેર સમયે જે રીતે ઓકસીજનની અછતના કારણે દર્દીઓના મૃત્યુ થયા હતા તે પછી સરકાર હવે સાવધ બની ગઈ છે તથા કોરોના કેસ વધે તો આગામી સમયમાં સરકાર પગલાઓની સમીક્ષા કરશે તેવું થયું હતું.

So masks will be mandatory: Rishikesh Patel

શ્રી ઋષીકેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં કેસ કાબુમાં છે અને લોકોએ તકેદારી રાખે તો કેસ વધશે નહી. દેશના ત્રણ રાજયોએ માસ્ક ફરજીયાત કર્યા છે તે અંગે શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાતમાં હજુ આ પ્રકારે આવશ્યકતા નથી પણ જો આવશ્યકતા પડે તો રાજયમાં માસ્ક ફરજીયાત થશે.

Advertisement

Trending

Exit mobile version