Bhavnagar
ભાવનગર જિલ્લામાં કોરોના કેસો વધતા ટેસ્ટીંગ વધારવા કલેકટરનો આદેશ – કલકેટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી
પવાર
જિલ્લા કલેક્ટર પારેખની અધ્યક્ષતામાં કોવિડ કોર કમિટીની બેઠક યોજાઇ, જિલ્લામાં કોવિડ-૧૯ નાં કેસ, આર.ટી.પી.સી.આર ટેસ્ટ અંગે ચર્ચાઓ કરવામાં આવી
ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની મહામારીએ ફરી માથુ ઉંચકવાનું શરુ કરતા કલેકટર તંત્ર એલર્ટ બની જવા પામેલ છે. આ સંદર્ભે કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી. જેમાં અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ બેઠકમાં કલેકટર ડી કે પારેખએ કોવિડ અને ફલુના કેસોની વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી સમીક્ષા કરી હતી. તેની સાથોસાથ કોરોના અને ફલુ અંગે જાગૃતિ ફેલાવવા માટે ટકોર કરી હતી. કોરોના સામે લોકો જાગૃતિ દાખવે તે અતિ આવશ્યક છે ડી. કે. પારેખની અધ્યક્ષતામાં કોવિડ કોર કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ.
જેમાં કોવિડ-૧૯ ની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી સંબધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં હાલ જિલ્લામાં કોવિડ-૧૯ નાં કેસો ની પરિસ્થિતિ, આર.ટી.પી.સી.આર ટેસ્ટ, હોસ્પિટલમાં ફાયર સેફટી, કોવિડને લગત તમામ ઇલેકટ્રીકલ સાધનોનું ઇલેકટ્રીકલ ઓડિટ વગેરે મુદ્દાઓ ઉપર સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જીલોવા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..