Sihor

સિહોર શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર આયોજિત ભાગવત સપ્તાહ તૃતીય દિવસમાં સંપન્ન થઈ, આત્મ કલ્યાણ વિના સમાજનું કલ્યાણ થઈ શકતું નથી : શાસ્ત્રીજી, ભાગવત કથાના ત્રીજા દિવસે ભાવિકોની ભીડ

Published

on

કુવાડિયા

ભાગવત કથા એક મહાવિદ્યાલય છે : નરેશભાઈ શાસ્ત્રીજી

ભાગવત સપ્તાહના આજે ત્રીજા દિવસની શરૂઆત માં નરેશભાઈ શાસ્ત્રીજીએ કહ્યું કે આત્મ કલ્યાણ વિના સમાજનું કલ્યાણ થઈ શકતું નથી રામકથાના ત્રીજા દિવસે બુધવારે વકતા પૂ. નરેશભાઈ શાસ્ત્રીજીએ શ્રી રામ ભગવાનની વંદના બાદ જણાવ્યું હતું કે માનસ સેવા ધરમ કથામાં તુલસીદાસજી કહે છે કે બુધ્ધપુરૂષ (સદગુરૂ) ની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઇએ. ભાગવત કથા કે રામકથાનું શ્રવણ કરવાથી એજ સમયે વિશ્રામ શાંતિ મળે છે. સ્થાવર-જંગમ મિલકતથી કયારેય અમૃત પ્રાપ્ત થતું નથી. આત્મકલ્યાણ વિના સમાજનું  કલ્યાણ થઇ શકતું નથી. ત્રીજા દિવસે કથા મંડપમાં શ્રોતાઓનો સાગર ઉમટયો હતો. શાસ્ત્રીજીએ વધુમાં જણાવ્યું હતું કે આત્મસેવાના ત્રણ લક્ષણ છે.

Sihore Shri Chitharia Hanumanji Mandir organized Bhagwat week ends on third day, welfare of society cannot happen without self welfare: Shastriji, crowd of devotees on third day of Bhagwat Katha

જેમાં ધ્યાન, આત્મચિંતન કરવું અને મૌન પા‌ળવું જોઇએ, જાનકી માતાએ શ્રી રામ ભગવાનનું ધ્યાન ધર્યું હતું. બીજું આત્મચિંતન શત્રુધ્નએ ભગવાન શ્રી રામનું સતત ચિંતન કર્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે મૌન આત્મ સેવાનું સાધન છે. મૌનથી આયુષ્ય વધે છે. આત્મ સેવા બહુ કઠીન છે. જેમાં શરીરની ખાસ સેવા કરવી જોઇએ, શરીરને શુધ્ધ અને સ્વચ્છ રાખવું. શરીરને સાચવો. આત્મ સેવા, શરીર સેવા સાથે પરિવારની સેવા પણ કરવી જોઇએ. સેવા પ્રાકૃતિ નહીં, સંસ્કૃતિ હોવી જોઇએ. પરિવારની સેવા કઠીન છે. રાષ્ટ્રસેવા બહુ મોટી છે. મહાત્મા ગાંધીજી, વિનોબા ભાવે, રવિશંકર મહારાજને યાદ કર્યા હતા. તેમજ આગળ કહ્યું હતું કે દાન આપનારો જ ધનનો માલિક છે આજના ત્રીજા દિવસે નૃસિંહ પ્રાગટય દિવસ ઉજવાયો હતો

બોક્સ..

Advertisement

Sihore Shri Chitharia Hanumanji Mandir organized Bhagwat week ends on third day, welfare of society cannot happen without self welfare: Shastriji, crowd of devotees on third day of Bhagwat Katha

ખૂબ મોટા પ્રમાણમાં કથા શ્રવણ કરવા જનમેદની ઉમટી

આજની કથા રામ અવતરણ સાથે પૂર્ણ થઈ હતી. આજે પણ ખૂબ મોટાં પ્રમાણમાં જનમેદની કથા શ્રવણ કરવા માટે ઉમટી પડી હતી. આજની કથામાં શહેરના અગ્રણી આગેવાનો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા.

Sihore Shri Chitharia Hanumanji Mandir organized Bhagwat week ends on third day, welfare of society cannot happen without self welfare: Shastriji, crowd of devotees on third day of Bhagwat Katha

આજના ત્રીજા દિવસે નૃસિંહ પ્રાગટય દિવસની ઉજવણી થઈ

ત્યારે કથાના ત્રીજા દિવસે નૃસિંહ પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી. સંધ્યા ટાણે દરેક વ્યક્તિએ મંદિરે જવું ખૂબ જ આવશ્યક છે. સંધ્યાનો સમય એક એવો સમય છે કે જ્યારે સાંજે સૂર્ય આથમતો હોય છે અને ચંદ્ર ઉગતો હોય છે આ વેળાએ મંદિરના દર્શન કરવાથી મનુષ્ય દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે તો દરેક મનુષ્ય મંદિરે અવશ્ય જવું જોઈએ. આ સપ્તાહનું હજારોની સંખ્યામાં ભાઈ બહેનો રસપાન કરી રહ્યા છે.

Advertisement

Exit mobile version