Sihor

ચૂંટણી પુરી – પગારના પૈસાના ફાફા સિહોર નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને બે માસથી પગાર નથી ચૂકવાયો

Published

on

પવાર

  • કર્મીઓની તાવડી ટેકો લઈ ગઈ, ગુજરાન ચલાવવું મુશ્કેલ, નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરનારાને બે માસથી પગાર મળ્યો નથી, એક સાંધે તેર તૂટે તેવી પરિસ્થિતિ

ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યાં પગારનો મામલો ફરી મેદાને પડ્યો છે સિહોર નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા કર્મચારીઓ ને બે માસ થવા છતાં પગાર નહિ મળતા ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એક એવી પણ ચર્ચા છે કે પાલીકાએ દિવાળી પર્વ દરમિયાન પગાર માટે ભંગાર વેચ્યો હતો હવે શું વેચશે કર્મચારીઓ ગરીબ અને મધ્યમ પરિવારના હોય રોજનું લાવી રોજનું ખાનાર કર્મીઓના પરિવારની પરિસ્થતિ બિચારી થઈ ગઈ છે…અને ઓફિસ સહિતના અધિકારીઓ,સુપરવાઈઝર નો પગાર થાય તો.. કોન્ટ્રાકટ વાળા કર્મચારીઓ ને કેમ પગાર માં તારવ માં આવે છે..કર્મચારીઓ મૂંઝાયા છે સામાન્ય રીતે તંત્રમાં બધું જ સહી સલામત છે તેમ સમજતા હોવ તો તમારી ધારણા ખોટી છે, સિહોર સહિત જિલ્લાના તંત્રમાં આવેલ અનેક એવા વિભાગો છે જ્યાં કર્મચારીઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે પરંતુ તેઓને વળતર આપવામાં ક્યાંકને ક્યાંક કોકડું ગુંચવાઈ જતું હોય છે, એમાં પણ ખાસ કરી કોન્ટ્રાકટ પ્રથા હેઠળ આવતા કર્મચારીઓની સ્થિતી તો ખૂબ જ દયનિય બની છે. સિહોર નગરપાલિકાના કર્મચારીઓની હાલત હાલ દયનિય બની છે, સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર નગરપાલિકામાં કામ કર્તા કર્મીઓ પોતાની મહેનતનો પગાર લેવા માટે આજકાલ તલપાપડ બન્યા છે, કાયમી તેમજ કોન્ટ્રાકટર પર કામ કરતા કર્મચારીઓને આજદિન સુધી પગાર ન ચુકવવામાં આવતા આખરે કર્મચારીઓને જીવન ચલાવવું મુશ્કેલી સમાન બન્યું છે. મહત્વની બાબત છે કર્મચારીઓ બિચારા પોતાના રોજગાર માટે અવાજ ન ઉઠવતા હોય અથવા અવાજ ઉઠાવે તો પોતે નોકરીમાંથી કાઢી મુકશે તેવા ભયમાં રહી મૂંગા બની પોતાનું કામ કરતા રહે છે, ત્યારે આ પ્રકારે પગારથી વંચિત કર્મચારીઓના હીતમાં આ અહેવાલ રજુ કરી અમે અમારી ફરજ નિભાવી રહ્યા છે ત્યારે આશા રાખીએ કે પોતાના આકાઓ સામે સબ સલામત છે અને બધું બરાબર ચાલે છે કહી ઘી કેળા મેળવતા લોકો આ કર્મચારીઓને તહેવાર પહેલા તો પોતાના હકનો હિસ્સો આપી તેઓ પોતાની ફરજ નિભાવે તે જરૂરી છે.

Trending

Exit mobile version