Sihor
સિહોર નગરપાલિકા સફાઈ કર્મીઓની ભરતીમાં નિયમનો ઉલાળીયો કરનાર સામે તપાસના આદેશ
પવાર
થોડા સમય પહેલા ભરતી કમિટીમાં મળતીયાઓને બેસાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો, 11 કામદારોના નામ સિનીયોરીટી લિસ્ટમાં હોવા છતા ભરતી કરાઇ ન હતી : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આક્રોશભેર રજુઆત કરી હતી જેને લઈ આજે ઉચ્સ્તરેથી તપાસના આદેશ છૂટ્યા.
સિહોર નગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીમાં ગુજરાત રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સુચનાનું ઉલ્લંઘન કરવામાં આવ્યુ હોવાના થયેલા આક્ષેપો સામે તપાસના આદેશ છુટતા ભારે ચકચાર મચી છે થોડા સમય પહેલા દલિત અધિકાર મંચે અનુસૂચિત જાતિના લોકોને સ્થાનિક તંત્રવાહકો દ્વારા હળાહળ અન્યાય કરાયો હોવાના વિરોધમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનોએ આક્રોશભેર રજુઆત કરી હતી અને જેના પડઘા આજે પડ્યા છે વાત એવી છે કે સિહોર નગરપાલિકા દ્વારા તાજેતરમાં જે સફાઈકામદારોની ભરતી કરવામાં આવી હતી તેમાં જે વ્યકિતઓએ કયારેય સફાઈકાર્ય કર્યુ નથી અને નગરપાલિકામાં હતા જ નહિ તેવા લોકોની પસંદગી કરાઈ છે. અત્રે સિનીયોરીટી મુજબ ભરતી કરાઈ નથી. જે કામદારો ૨૦ વર્ષથી રોજમદાર તરીકે સફાઈકામ કરતા હતા તેઓને પસંદ કરાયા નથી ભરતી કમીટીમાં મળતીયાઓને જ બેસાડવામાં આવ્યા હતા.
સિહોર નગરપાલિકામાં ૧૧ સફાઈ કામદારો કે જેઓના નામ સિનીયોરીટી લિસ્ટમાં હોવા છતા તેઓને સફાઈ કામદાર તરીકે ભરતી કરાયા ન હતા. એટલુ જ નહિ નગરપાલિકાના પ્રમુખના ભાઈ અને ઉપપ્રમુખના સંબંધીને સફાઈકામદારનો ઓર્ડર આપવામાં પણ નીતિનિયમની અવગણના કરાઈ હતી ઓબીસી, એસ.ટી. કે અન્ય કેટેગરીના લોકો સફાઈકામ કરતા નથી તેમની જગ્યાઓ એસ.સી.માં કન્વર્ટ કરાવી સફાઈકામદારોમાં દલિત સમાજના લોકોને ખાસ કરીને વાલ્મિકી સમાજના લોકોને પસંદ કરવામાં આવે અને ભરતીમાં થયેલા અન્યાય બાબતે તપાસ કરાવી કામદારોને ન્યાય મળે તેવી માંગ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનોની રજૂઆતના પગલે આજે ઉચ્ચ સ્તરેથી તપાસના આદેશ છૂટતા ભારે ચકચાર મચી જવા પામી છે