Sihor

ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં સિહોર કોંગ્રેસના ઘરણા, પ્રદર્શન, સૂત્રચાર, પોલીસ દ્વારા અટકાયત

Published

on

પવાર

રાષ્ટ્રની જાહેર સંસ્થાઓ-મિલકતોને સરકાર વેચી રહી છે ; જયદીપસિંહ

સિહોર શહેરના ભીલવાડા નજીક આવેલ એસબીઆઈ બેંક નજીક શહેર કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરી સરકારની નીતિનો વિરોધ કર્યો હતો સવારે ૧૧ કલાકે કોંગ્રેસ કાર્યકરો ધરણા કરી અને સરકારની નીતિ સામે સુત્રોચ્ચાર કર્યા હતા જયદીપસિંહે જણાવ્યુ હતુ કે, હાલમાં આખો દેશ ખાસ કરીને મધ્યમ વર્ગ મોદી સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે.

Sihore Congress protest against BJP government's policies, protests, sloganeering, detention by police

 

 

Advertisement

સામાન્ય માણસની મહેનતની બચતના ખર્ચે તેમના નજીકના મિત્રો અને પસંદગીના અબજોપતિઓને ફાયદો થાય તેવી નીતિ અપનાવી રહી છે. તાજેતરના હિંડનબર્ગ રિપોર્ટે અદાણીની તરફેણમાં ભાજપ સરકારની ક્રોની કેપિટલીઝમની નીતિને છતી કરી છે. આથક સંકટના સમયે, રાષ્ટ્રની જાહેર સંસ્થાઓ-મિલકતોને અદાણી જૂથને વેચી રહ્યા છે,

Sihore Congress protest against BJP government's policies, protests, sloganeering, detention by police

એસબીઆઈ અને એલઆઈસી જેવી જાહેર સંસ્થાઓને રોકાણ કરવા દબાણ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ક્યારેય કોઈ ખાસ ભારતીય કોર્પોરેટ હાઉસની વિરુદ્ધ નથી રહી, ક્રોની કેપિટાલાસિમની વિરુદ્ધ છીએ અને પસંદ કરેલા અબજોપતિઓને લાભ આપવા માટેના નિયમો બદલવાના વિચારની વિરુદ્ધ છીએ, કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ અને સામાન્ય માણસની પડખે ઊભો રહ્યો છે અને રહેશે તેમ વધુમાં જણાવ્યુ હતું. કોંગ્રેસ પક્ષ કરોડો ભારતીયોના મહેનતની કમાણી કરેલી બચતને જોખમમાં મૂકીને બજાર મૂલ્ય ગુમાવતી કંપનીઓમાં રોકાણના મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે સંસદમાં લડી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી કોઈ ખાસ ભારતીય કોર્પોરેટ હાઉસની વિરુદ્ધ રહી નથી પરંતુ ભાજપ દ્વારા પસંદ કરેલા અબજોપતિઓને લાભ આપવા માટેની નીતિ જે છે તેની વિરુદ્ધમાં છે. અહીં કાર્યક્રમના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા

Trending

Exit mobile version