Sihor

સિહોર ખાતે કેન્દ્રમાં ભાજપ સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી ; અલ્પકાલીન વિસ્તારક યોજનાની જાણકારી અંગે બેઠક યોજાઇ

Published

on

પવાર

ભાજપ સરકારે કેન્દ્રમાં નવ વર્ષ પૂર્ણ કર્યા છે અને આ નવ વર્ષ દરમિયાન ભાજપ સરકારે કરેલા વિકાસના કામો, અનેક સરકારી યોજનાઓ કે જેના કારણે ગરીબો, વંચિતો, પીડિતો અને શોષીતો માટે ખૂબ જ લાભકારી નીવડી છે. આ તમામ બાબતોને જનતા સુધી લઈ જવા પુરા ભારતમાં જિલ્લા ભાજપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો આપવામાં આવે છે અને સરકારની સિદ્ધિઓને પ્રજાજનો સુધી લઈ જવા માટેના હાલ આયોજનો, મિટિંગો થઈ રહી છે.

Celebrations on completion of nine years of BJP government at the Center at Sihore; A meeting was held regarding the information about the short-term extension scheme
Celebrations on completion of nine years of BJP government at the Center at Sihore; A meeting was held regarding the information about the short-term extension scheme

ત્યારે આવો જ એક કાર્યક્રમ સિહોર ખાતે યોજાયો હતો. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ભાજપ સરકારના કેન્દ્રમાં નવ વર્ષ પૂર્ણ કરવા બદલ ભાજપ સંગઠને 30 મે થી 30 જૂન સુધી એક મહિનો સંગઠનના સદસ્યો, ભાજપની દરેક પાંખ દ્વારા પ્રજાજનો વચ્ચે જઈ ભાજપ સરકારની સિદ્ધિઓ વર્ણવી અને કરેલ વિકાસના કામો વિશે માહિતી જનતા સુધી પહોંચાડવી અને અલગ અલગ સ્વાઇચ્છીક સંગઠનોની બેઠકો બોલાવીને સરકારના વિકાસની માહિતી આપવા માટેના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.

Celebrations on completion of nine years of BJP government at the Center at Sihore; A meeting was held regarding the information about the short-term extension scheme
Celebrations on completion of nine years of BJP government at the Center at Sihore; A meeting was held regarding the information about the short-term extension scheme
Celebrations on completion of nine years of BJP government at the Center at Sihore; A meeting was held regarding the information about the short-term extension scheme

ત્યારે સિહોર તાલુકામાં પણ આજે અલ્પકાલીન વિસ્તારક યોજનાની સ્થાનિક સંગઠન સાથે બેઠક મળી હતી જેમાં પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ આહીર, જિલ્લા મહામંત્રી શ્રી ભરતભાઈ મેર તેમજ વિધાનસભા પ્રતિનિધિ શ્રી દિવ્યેશભાઈ સોલંકી, વિધાનસભા વિસ્તારક શ્રી ભરતસિંહ ગોહિલ, સહિત વિધાનસભામાં રહેતા પ્રદેશ હોદ્દેદારશ્રીઓ, જિલ્લા હોદ્દેદારશ્રીઓ, મંડલ હોદ્દેદારશ્રીઓ, પ્રભારીશ્રીઓ, બુથ પ્રમુખ અને વિસ્તારક તરીકે જનારા દરેક આગેવાનો તેમજ વરિષ્ઠ આગેવાનો તેમજ ચૂંટાયેલા અને ચૂંટણી લડેલા જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Trending

Exit mobile version