Talaja
સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 70 ટકા ભરાઈ ગયો
બરફવાળા
ડેમની સપાટી સતત વધી રહી હોય 17 ગામોને એલર્ટ કરાયા: બોર તળાવમાં, પણ નવાનિર
સૌરાષ્ટ્રનો સૌથી મોટું એવો ભાવનગરના પાલીતાણામાં આવેલ શેત્રુંજી ડેમ 70 ટકા ભરાતા પાલિતાણા અને તળાજા તાલુકાના 17 ગામને સાવચેત કરવામાં આવ્યા હતાં. છેલ્લા બે-ત્રણ વર્ષથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાય રહ્યો છે તેથી 34 ફૂટે ઓવરફ્લો થતો આ ડેમ ચાલુ વર્ષે પણ શેત્રુંજી ડેમ છલકાય તેવી પૂરી શક્યતા છે. અમરેલીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયા બાદ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ધીમી આવક શરૂ હતી. શેત્રુંજી ડેમમાં આજે મંગળવારે સાંજ સુધીમાં 2030 ક્યૂસેક પાણીની આવક શરૂ હતી તેથી ડેમની સપાટી વધીને 28.10 ફૂટે પહોંચી છે. શેત્રુંજી ડેમ 70 ટકા ભરાય જતા પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર, મેઢા અને તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર ગામને સાવચેત કરાયા છે. ડેમ ભરાય ત્યારે રૂલ લેવલ જાળવવા પાણી છોડાય ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર કરવી નહીં . સિહોર પંથકમાં ભારે વરસાદથી ખોડીયાર તળાવની સપાટી 2.7 ફૂટ વધી છે .હાલ ખોડીયાર તળાવની સપાટી 13.10 ફૂટ છે. જે અગાઉ 11.3 ફૂટ હતી. તો ભાવનગરના બોરતળાવમાં પાણીની આવક શરૂ થઈ હતી અને ભીકડા કેનાલ 2.3 ફૂટથી વહેતી થતા બોરતળાવની સપાટી 2 ઈંચ વધીને 31.8 ફૂટ થઈ ગઈ હતી.