Sihor

શંખનાદ ઈંપેક્ટ : સિહોરમાં સ્થાનિક આગેવાનની રજુઆત અને લોકોની માંગને લઈ પીજીવીસીએલ તંત્રને હટાવ્યા તૂટેલા થાંભલાઓ

Published

on

શંખનાદ ઈંપેક્ટ

દેવરાજ બુધેલીયા

  • સિહોરના પીજીવીસીએલ તંત્રને સમય મળ્યો ; સ્થાનિક આગેવાનની રજુઆત અને લોકોની માંગને લઈ તૂટેલા થાંભલાઓ હટાવ્યા

સિહોર વોર્ડ 8માં આવેલ ગરિયાળા વિસ્તારમાં તૌકતે વાવાઝોડા સમયથી તૂટેલા વિજપોલ ઉભા હતા સ્થાનિક લોકોની રજુઆત હતી કે આ વિજપોલ હટાવી લેવામાં આવે જેને લઈ સ્થાનિક અગ્રણી અને વોર્ડના આગેવાન દેવરાજ બુધેલીયા દ્વારા પીજીવીસીએલ અધિકારીને ટેલિફોનિક રજુઆત કરી હતી કે અહીં તૂટેલા વિજપોલ હટાવી લેવામાં આવે તેમજ અહીં ટીસી ફરતે જાળી ફિટ કરવામાં આવી છે તે કોઈ ઉપયોગી નથી.

shankhnad-impact-pgvcl-system-removed-broken-pillars-in-sihore-on-the-request-of-local-leader-and-peoples-demand

આવતા દિવસોમાં અહીં રોડ બનવાની કામગીરી શરૂ થનાર છે જેથી વહેલી તકે યોગ્ય કરવા રજુઆત કરી હતી જેની નોંધ શંખનાદ દ્વારા પણ લેવાય હતી જેને લઈ આજે પીજીવીસીએલ તંત્ર દ્વારા તૂટેલા વિજપોલ હટાવી લીધા છે જથી લોકોને રાહત થઈ છે

Trending

Exit mobile version