Sihor
શંખનાદ હંમેશા અગ્રેસર ; સિહોર વોર્ડ 6માં વહેતા ગટરના પાણી બંધ થયા, લોકોને રાહત
પવાર
પત્રકારનું કામ હમેશાં લોકોને પડતી મુશ્કેલી, સમસ્યા, તકલીફ, પરેશાની તંત્ર વિભાગ સુધી પહોંચાડી દૂર કરવાનું છે. અને એ બાબતોમાં શંખનાદ હંમેશા અગ્રેસર રહ્યું છે. અને લોકોની સમસ્યાઓ માટે શંખનાદે કાયમને પત્રકારત્વનો ધર્મ નિભાવ્યો છે. સિહોર વોર્ડ 6 મકાતનાઢાળ વિસ્તારમાં છેલ્લાઓ મહિનાઓથી ગટરના પાણી રોડ પર નીકળવાની જટિલ સમસ્યા ઉદ્દભવી હતી જેના કારણે લોકોને ખૂબ મોટી હાડમારી ભોગવવી પડતી હતી.
ગટર સમસ્યાને લઈ અનેક વખત રજુઆત છતાં કોઈ નિરાકરણ આવતું ન હતું ગઈકાલે શંખનાદ સ્થાનિક લોકોનો અવાજ બન્યું. તંત્રના ઉચ્ચ અધિકારીઓના કાન સુધી આ સમસ્યાને સમાચાર રૂપે પહોંચાડી હતી જેને લઈ આજે સ્થાનિક તંત્ર દ્વારા તાબડતોબ ગટર સમસ્યાને નિવારવાની કામગીરી હાથ ધરી હતી અને માત્ર કલાકોની કામગીરીમાં આ જટિલ સમસ્યાનું નિરાકરણ આવ્યું હતું જેથી સ્થાનિક લોકોમાં રાહતની લાગણી થવા પામી હતી