Sihor
સિહોર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ ખાતે સાયન્સ એક્ર્ઝીબિશન એન્ડ ફેરની ઉજવણી કરવામાં આવી
બ્રિજેશ
સિહોર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલના બંને માધ્યમના ધોરણ 3 થી 10 નાં બાળકો દ્વારા સાયન્સ એક્ર્ઝીબિશન એન્ડ ફેરનું આયોજન કરવામાં આવેલ. જેમાં બાળકોએ રાસાયણિક ચાર્ટ્સ, વર્કિંગ મોડેલ્સ તથા સાદા મોડેલ્સ બતાવેલ. તેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને અથાગ મહેનત કરેલ.
રાસાયણિક અને ભૌતિક વિજ્ઞાનને લગતા પ્રયોગો પણ બાળકોએ રજૂ કરેલ સાથે આયુર્વેદિક ઔષધીઓનું પ્રદર્શન પણ રાખેલ તેમાં વિવિધ 100 થી વધારે ઔષધીઓના ચાર્ટનું પ્રદર્શન પણ રાખવામાં આવેલ.
આ ચાર્ટની સાથે 40 થી વધારે જીવંત ઔષધીના છોડનું પ્રદર્શન પણ રાખેલ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટીશ્રી, વી.ડી.નકુમ, આચાર્યગણ, શિક્ષકગણ તથા શાળાનાં તમામ કર્મચારીગણે સહકાર આપેલ.