Sihor
સિહોર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે પણ શાળાઓમાં રજા
પવાર
સાવચેતી રૂપે શૈક્ષણિક કાર્ય રખાયું બંધ
બિપોરજોય વાવાઝોડાના પગલે સિહોર સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના મોટાભાગના વિસ્તારો પ્રભાવિત બનેલ હોય આજે પણ રાજયના મોટાભાગના જિલ્લાઓમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા રાખવામાં આવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે વાવાઝોડાની કુદરતી આફતના કારણે સાવચેતીના પગલા રૂપે ગત તા.14 અને 15ના રોજ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી.
જે બાદ ગઈકાલે રાત્રીના બિપોરજોય વાવાઝાડાની અસર વધુ તેજ બનતા સિહોર સહિત રાજયના મોટાભાગના જિલ્લાઓમાં આજની પણ પ્રાથમીક માધ્યમીક શાળાઓમાં રજા જાહેર કરી દેવાતા શાળાઓમાં શૈક્ષણીક કાર્ય બંધ રહેવા પામેલ છે. જેમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત વડોદરા સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી મહેસાણા અરવલ્લી, સાબરકાંઠા, મોરબી, કચ્છ, ગાંધીનગર, બનાસકાંઠા, વલસાડ, પાટણ, ઉપરાંત પોરબંદર, દ્વારકા, અને જામનગર જિલ્લાની પ્રાથમીક માધ્યમીક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવતા શૈક્ષણીક કાર્ય બંધ રહેવા પામેલ છે.