Sihor
સિહોર ખાતે સંતશ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિની રંગે ચંગે ઉજવણી : વિશાળ શોભાયાત્રા
બુધેલીયા
સંતશ્રી વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ અને સંત શ્રી વેલનાથ બાપુ જન્મ જયંતિ સમિતિ દ્વારા આજે વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી. સવારે રાજીવનગર ખાતેથી આ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાયુ હતુ. જે વિવિધ વિસ્તારોમાં ફરી સમાપન પામી હતી. જયાં મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. શોભાયાત્રામાં ફોરવ્હીલ, ટુ વ્હીલર અને ટ્રેકટર સહીતના વાહનો જોડાયા હતા.
પ્રસ્થાન સમયે સંતો મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેલ. સમગ્ર શોભાયાત્રાને સફળ બનાવવા સમિતિના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી સિહોર ખાતે આજરોજ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ધામધૂમથી વેલનાથ બાપુ ની જ્ન્મ જ્યંતી ની ઉજવણી કરવામાં આવી હતી. વેલનાથબાપુની શોભાયાત્રા નિમિત્તે ચુંવાળીયા ઠાકોર સમાજ દ્વારા સિહોર માં આજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા રાજીવનગર ખાતેથી પ્રસ્થાન થઈ ખાડિયા ચોક, રેલવે સ્ટેશન રોડ સાથે સિહોરના રાજમાર્ગો પર પસાર થઈ મેઈનબજાર, મોટાચોક, ખારાકુવા ચોક, જુના સિહોર થઈ બહ્મકુંડ પાસે વેલનાથ બાપૂ ના મંદિરે શોભાયાત્રાની પૂર્ણાહૂતિ થઈ હતી. સવારે ૮ વાગ્યે પ્રસ્થાન થહેલી શોભાયાત્રા બપોરે ૧ વાગ્યે પૂર્ણ થઈ હતી.


છેલ્લા ઘણા વર્ષોથી સિહોર ખાતે વેલનાથ બાપની જન્મ જયંતીએ શોભાયાત્રા કાઢવામાં આવે છે. આજે શોભાયાત્રા બાદ સૌએ સાથે મહાપ્રસાદ લીધો હતો. અહીં માધાભાઈ ચૌહાણ, દિનેશભાઈ ચૌહાણ, બટુકભાઈ મકવાણા, વિજયભાઈ ચૌહાણ, કિશનભાઈ ચૌહાણ, ચેતન પરમાર, હિતેશભાઈ પરમાર, કિશોરભાઈ મકવાણા, મયુર પરમાર, સન્ની ચૌહાણ, આકાશ ચૌહાણ, ભોળાભાઈ ,રાજુભાઈ જાદવ સહિતનાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા