Jesar
જય વેલનાથ ગ્રુપ તથા સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જેસર ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયા
દેવરાજ
- પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં ૧૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
સમાજનું હિતલક્ષી કાર્ય એટલે સમૂહલગ્ન ને સાર્થક કરવા જય વેલનાથ ગ્રુપ તથા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જેસર શહેર અંર તાલુકાના પ્રથમ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રથમ સમૂહલગ્ન માં ૧૧નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જેસર ખાતે ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આ સમૂહ લગ્નોત્સવ પ્રથમ આયોજન જ હતું
જેમાં આયોજકો અને સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી કુનેહ પૂર્વક સફળ આયોજન કર્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીઓને આશિષ તેમજ શુભકામનાઓ પાઠવવા સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાથે જ આ પ્રથમ કાર્ય બદલ આગેવાનો અને દાતાઓને પણ શુભકામનાઓ પાઠવી હતી.