Mahuva

બહાદૂરીને સલામી : ભગુડા દર્શને આવેલા આર્મી જવાને ધસમસતા પ્રવાહમાં કર્યું દિલધડક રેસ્ક્યૂ, 2 લોકોને બચાવ્યા

Published

on

બરફવાળા

  • મોટી જાગધાર ગામના આર્મી જવાનની સરાહનીય કામગીરી, પાણીમાં તણાઈ રહેલા બે લોકોને બચાવ્યા, એક મહિલા અને યુવકનું કર્યું દિલધડક રેસ્ક્યૂ

મહુવાના મોટી જાગધાર ગામમાં પાણીમાં તણાઈ રહેલા એક મહિલા અને યુવાન સહિત બે લોકોને આર્મી જવાને દિલધડક રેસ્કયૂ કરી બચાવી લીધા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મુશળધાર વરસ્યા છે જેને લઈ ઠેર ઠેર પાણી ભરાયા છે તો કેટલીક જગ્યાએથી ખાના ખરાબીના પણ સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદના પગલે અનેક લોકોને  મુશ્કલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાવનગરના મહુવાના મોટી જાગધાર ગામના આર્મી જવાને દિલધડક રેસ્ક્યૂ કર્યું છે. મહુવાના મોટી જાગધાર ગામમાં પાણીમાં તણાઈ રહેલા એક મહિલા અને યુવાન સહિત બે લોકોને આર્મી જવાને દિલધડક રેસ્કયૂ કરી બચાવી લીધા છે.

salute-to-the-brave-army-jawan-who-came-to-bhaguda-darshan-performed-a-heart-rending-rescue-in-the-rushing-stream-saved-2-people

લોંગડીથી કસાણના માર્ગે નાળામાં કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર લોકો પાણી પ્રવાહમાં ફસાઈ ગયા હતા જેને લઈ ભગુડા દર્શને આવેલા આર્મી જવાને ધસમસતા પ્રવાહમાં રેસ્ક્યૂ કર્યુ હતું. જેમાં એક યુવાન અને મહિલાનો જીવ બચાવી લેવાયો છે. આર્મી જવાને કરેલા દિલધડક રેસ્ક્યૂથી પાણીના પ્રવાહમાં ફસાઈ ગયેલા બે વ્યક્તિઓને બચાવી લેવાયા છે. જે રેસ્કયૂ ઓપરેશનને લઈ આર્મી જવાનને સૌ કોઈ સલામ કરી રહ્યાં છે તેમજ મહિલાએ કહ્યું કે, આ ભાઈ જાણે અમારા માટે દેવદૂત બનીને આવ્યા હોય તેમ અમારૂ જીવ બચાવી લીધો છે. આર્મી જવાનની સરાહનીય કામગીરીને અમે બિરદાવીએ છીએ.

Trending

Exit mobile version