Talaja
તળાજાના પાવઠી ગામનો આહિર પરિવાર રપ દિવસના પુત્રને પગે લગાડવા જતા હતા ; કાળે આતર્યા
દેવરાજ
જુની કામરોળ ગામે કાર પાણીમાં ડૂબી : બે મહિલા-બાળકીના મૃત્યુ માતા-પુત્રી કાળને ભેંટયા : પિતા-પુત્રને બચાવતા યુવાનો : રવિવારે સાંજે કરૂણ ઘટના
તળાજા નજીકના પાવઠી ગામનો પંચોળી આહીર સમાજના ઝીંઝાળા પરિવાર ના પાંચ સભ્યો વેગન આર કાર લઈને જૂની કામરોળ ગામે સુરધન દાદા ના દર્શન કરવા ગયેલ.એ સમયે વચ્ચે આવતા નેરામાં પાણી નો ધસમસતો પ્રવાહ હોવા છતાંય ઊંડાઈ અને પાણી ના તાણ નો ખ્યાલ ન રહેતા કાર થોડીક પાણીમાં ઉતારતા તણાઈ ને પાણી માં ગરકાવ થઈ જતા કાર મા બેસેલ પાંચેય વ્યક્તિ ડૂબવા લાગ્યા હતા.જેમાં જૂની કામરોળ ગામના હિંમતવાન યુવકોએ પાણીમાં પડી ડૂબેલાને બચાવવા નો પ્રયાસ કરેલ. જેમાં એક બાળક અને તેના પિતા ને બચાવી શકાયા હતા. બે મહિલા અને એક બાળકીનુ મોત નિપજેલ છે. અનરાધાર વરસાદ ક્યાંક ક્યાંક કાળ બની રહ્યો છે.અરેરાટી ઉપજાવતી ઘટના ની મળતી વિગતો મુજબ તળાજા ના પાવઠી ગામે રહી ખેતીનો વ્યવસાય કરતા ખેડૂત ઝીંઝાળા પરિવારના ઘેર બાળક નો જન્મ થયો હોય તે બાળક ને સવા મહિના નો થાય તે પહેલાં જૂની કામરોળ ગામે સુરધન વાલાદાદા ને પગે લગાડવાની માનતા હોય દીકરો ગઇકાલે પચીસ દિવસ નો થતા પગે લગાડવા ગયા હતા. ગત સાંજના 5.30 ના અરસામા કાર નં.જીજે 05 સીએફ 3080 લઈને ગયા હતા.
કાર ભદ્રેશભાઈ વેલજીભાઈ ઝીંઝાલા ચલાવતા હતા.જૂની કામરોળ જ્યાં સુરધાનદાદા બેઠા છે ત્યાં નજીકમા જ આવેલ નેરામાં પાણી નો.ઊંડાઈ અને પ્રવાહ ની ખબર ન રહેતા કાર ચલાવવા જતા તણાઈ ને ડૂબવા લાગી હતી.એ ઘટના એક મહિલા નઝરે જોઈ જતા દેકારો કરતા ત્યાં આસપાસ ના વાડીઓ વાળા ક્ષત્રિય પરિવાર ના યુવાનો દોડી આવ્યા હતા.ડૂબેલા વ્યક્તિ ને બચાવવા જીવના જોખમે કામે લાગ્યા હતા. કારમાં બેસેલ પાંચેય વ્યક્તિ ને બહાર કાઢી તળાજા 108 ને ફોન કરતા પાયલોટ ચંદ્રસિંહ ગોહિલ, ઇમટી હરેશ જાની એ પાંચેય વ્યક્તિ ને ગંભીર હાલતે ડો.બલદાણીયા ની હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં બે મહિલા અને એક બાળકી દયાબેન ભદ્રેશભાઈ ઉ.વ.35, અર્મી ભદ્રેશભાઇ ઉ.વ.2, મુકતાબેન વેલજીભાઈ ઉ.વ.50 ને.મૃત જાહેર કરેલ.25 દિવસ નું બાળક અને તેના પિતા ભદ્રેશભાઈ વેલજીભાઈ ને સારવાર મળતા તેઓ ની સ્થિતિ સારી હોવાનું ડો.છોટાળા એ જણાવ્યું હતું. મૃતકોને તળાજા ની સરકારી હોસ્પિટલમાં પી.એમ માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિતના દોડી આવ્યા હતા. જૂની કામરોળ ગામના અરવિંદસિંહ સરવૈયાની બે વ્યક્તિને બચાવવાની ભૂમિકા. મહત્વ ની રહી.તેઓએ જણાવ્યું કે કાર ડૂબી કે તુરંત ત્યાં ઉભેલી એક દે.પૂ.સમાજ ની મહિલાએ રાડ પાડી. દોડી ને આસપાસ રહેલા પરિવાર ગામના યુવકો ને સાદ પાડી ડૂબેલા ને બચાવવા કૂદી પડ્યા હતા.બારણાં ખુલી શક્યા હોત તો બધાને બચાવી શકાયા હોત. કાચ તોડી ને બાળક અને એક યુવાન ને બચાવી શક્યા.