Botad

સાળંગપુરનાં ભીંતચિત્રો આજે નહીં તો કાલે હટાવવા જ જોઇએ : વિશ્વ હિન્‍દુ પરિષદ

Published

on

કુવાડિયા

સાળંગપુર મંદિર સંતો સાથે ‘વિહિપ’ આગેવાનોની બેઠક : કોઠારી વિવેક સાગર સ્‍વામી દ્વારા યોગ્‍ય કરવાની ખાત્રી : હનુમાનજી કોઇના દાસ નહીં પરંતુ મારા ને તમારા બાપ છે : બોટાદ વિશ્વ હિન્‍દુ પરિષદના પ્રમુખ સતુભા ધાધલનો આક્રોશ

સાળંગપુર કષ્‍ટભંજનદેવ હનુમાનજીના મંદિરે ભીંતચિત્રોના વિવાદ મુદ્દે વિશ્વ હિન્‍દુ પરિષદના આગેવાનોએ આક્રોશ ઠાલવ્‍યો છે. આજે સાળંગપુર ખાતે કોઠારી વિવેકસાગર સ્‍વામી સાથે બોટાદ વિશ્વ હિન્‍દુ પરિષદના પ્રમુખ સતુભા ધાધલ તથા હોદ્દેદારો, કાર્યકરોએ બેઠક કરી હતી.

Salangpur murals must be removed tomorrow if not today: Vishwa Hindu Parishad

જે અંગે સતુભા ધાધલે કહ્યું હતું કે વિવેકાસાગર સ્‍વામીએ યોગ્‍ય કરવાની ખાત્રી આપી છે. સતુભા ધાધલે વધુમાં જણાવ્‍યું કે આ ભીંતચિત્રો આજે નહીં તો કાલે હટવા જ જોઇએ હનુમાનજી કોઇના દાસ નથી પરંતુ આપણા સૌના બાપ છે. સાળંગપુર મંદિર ખાતે આજે મોટી સંખ્‍યામાં આગેવાનો, કાર્યકરોએ નારા લગાવીને આક્રોશ ઠાલવ્‍યો હતો.

Advertisement

Exit mobile version