Sihor

તંત્રની અકોણાઈના કારણે બસ સુવિધા ન મળતા સિહોરના ઈશ્વરિયા ગામના રહેવાસીઓને પરેશાની

Published

on

પવાર

  • બસ આવે તો ખરી પણ ઉભી ન રહે!
  • ઈશ્વરિયા પાટિયા પર પણ બસ ઊભી ન રાખતા પરેશાનીથી ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળનો રોષ

અવનવી યોજનાઓ મૂકી રહેલ તંત્ર ગામડાઓની બસ સુવિધા માટે નીંભર રહ્યું છે. તંત્રની અકોણાઈથી સિહોર નજીક આવેલ ઈશ્વરિયા ગામ કાયમ બસ સુવિધાથી વંચિત રહ્યું છે. ઈશ્વરિયા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સરકારની આ સુવિધામાં છેવાડા ગામોને લાભથી વંચિત રાખતા તંત્ર સામે રોષ વ્યક્ત થયો છે. ઈશ્વરિયા ગામ સાથે જોડાયેલ ત્રણ બસ એક પછી એક બંધ કરી દેવામાં આવી છે, જે દરેકમાં સ્થાનિક ઉતારુઓનું સારું પ્રમાણ હોવા છતાં તંત્રની અકોણાઈ રહી છે. ​​​​​​​ઈશ્વરિયા આવતી ભાવનગરથી સવારની 9:30 કલાકની, બપોરે 3:30 કલાકની અને રાત્રી રોકાણ કરતી બસ એક બાદ એક બંધ કરી દેવામાં આવી છે, આ અંગે ભારે માંગ છતાં ભાવનગર વિભાગીય કચેરી જે ભાવનગર કેન્દ્રને કશી પડી નથી.

residents-of-ishwaria-village-of-sihore-are-troubled-by-not-getting-bus-facility-due-to-lack-of-system

ગામમાં તો બાદ નથી આવતી ઉપરાંત ભાવનગર રાજકોટ માર્ગ પર ઈશ્વરપુર વિસ્તારમાં ઈશ્વરિયા પાટિયા પર પણ કેટલીક બસ ઉભી રખાતી નથી, જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ધંધાર્થીઓને પરેશાનીથી મંડળ દ્વારા રોષ રહ્યો છે, જે સુવિધા તાકીદે શરૂ કરવા માંગ રહેલી છે. ​​​​​​​ઈશ્વરિયા પાટિયા પર સવારે 6:30 આસપાસ પસાર થતી ભુરખિયા ભાવનગર તેમજ ગઢડા ભાવનગર બસ ઊભી રાખવામાં આવતી નથી. આ ઉપરાંત સવારે 11:15 આસપાસ લીલીયા ભાવનગર બસ પણ સીધી હંકારી જવાય છે. જેથી અહી ઉભેલા ઉતારુઓ રઝળતા જ રહે છે.

Trending

Exit mobile version