Sihor

શુ રાજ્યનું એસ.ટી તંત્ર માત્ર એક કંડકટર ઉપર જ ચાલે છે ? એસ.ટીની લીલીયાવાડી સામે કોણ કડક પગલાં લેશે ?

Published

on

પવાર

  • આ તે કેવું…..? જિલ્લા એસ.ટી. તંત્ર ના એક કંડકટર ને માંદગી લઈ ભાવનગર તોરણીયા ધામ એસ.ટી બસ કેન્સલ થઈ, બુકિંગ કરેલ સિહોર ના પેસેન્જર રઝળી પડ્યા
  • કદાચ એસ.ટી.નિગમની આવી જ લીલીયાવાડી ને લીધે લોકો ખાનગી બસોમાં વધારે ભાડા આપીને પણ મુસાફરી કરવાનું પસંદ કરતાં હશે.

સરકારી તંત્ર દ્વારા ચલાવમાં આવતી એસ.ટી બસોમાં મુસાફરી કરવામાં લોકો કેમ કચવાટ અનુભવતા હોય છે તેનો એક દાખલો આજે સિહોરમાં બન્યો હતો અને જેનાથી જિલ્લા એસ.ટી તંત્રની બેદરકારી કહો કે લીલીયાવાડી સામે આવતા મુસાફરો ની ખરી હેરાનગતિ સામે તરી આવી હતી. એક કંડકટર બીમાર હોય જેને લઈને તે લાંબા રૂટની એસ.ટી બસ કેન્સલ કરતા અનેક મુસાફરો રઝળી પડ્યા હતા. મળતી વિગતો મુજબ આજે સિહોર થી ગોંડલ જવા માટે સિહોર કન્ટ્રોલ માંથી ટિકિટ ની તારીખ ૨૪/૧/૨૩ સવારે ૬.૧૫ સિહોર પહોચતી ભાવનગર થી તોરણીયા ધામ ની એસ.ટી બસ નું બુકિંગ કરવામાં આવેલ હતું

does-the-st-system-of-the-state-run-on-only-one-conductor-who-will-take-strict-action-against-sts-liliyawadi

પરતું વહેલી સવારે ૬.૧૫ પહોચતી બસ જે સવાર ના ૭ વાગ્યા સુધી નહિ આવતા સિહોર ના જાગૃત નાગરિક અને પત્રકાર હરીશભાઈ પવાર દ્વારા ભાવનગર એસ ટી ડેપો માં કન્ટ્રોલ પૂછ પરછ માં માંડ માંડ (કદાચ પૂછપરછ ઓફિસના કર્મચારી આરામ માં હશે) ફોન લાગતાં ત્યારે ભાવનગર થી ઉપડતી તોરણીયાધામ ની એસ.ટી બસ સમય કરતા સવાર ૭ વાગ્યા છતાં સિહોર પહોંચી નથી ત્યારે ભાવનગર પૂછપરછ કન્ટ્રોલ માંથી જવાબ મળતા જણાવેલ કે બસ કેન્સલ થઈ છે તો તેની સામે પત્રકાર હરીશ પવારે પ્રશ્ન કરેલ કે એસ ટી બસ નું ગોંડલ સુધી ના પેસેન્જર સિહોર માં મહિલા તેમજ પુરુષો બુકિંગ કરેલ ઇંતેજાર કરે છે ત્યારે જવાબ માં જણાવેલ કે આ બસ ના કન્ડક્ટર બીમાર હોય જેને લઇ એસ.ટી બસ કેન્સલ થઈ હોવાનું જણાવતા અંચબો પામી ગયા હતા

does-the-st-system-of-the-state-run-on-only-one-conductor-who-will-take-strict-action-against-sts-liliyawadi

તો શું એક વ્યક્તિ ને લઈ એસ ટી બસ કેમ કેન્સલ થાય જે ને લઈ સિહોર થી બુકિંગ કરેલ પેસેન્જર રજળી પડેલ અને ના છૂટકે સમય અને આર્થિક નુકશાન પેસેન્જર ને અન્ય બસ સવારે ૭ કલાકે આવતી ભાવનગર રાજકોટ બસ ની વોલ્વો બસ માં માત્ર આટકોટ સુધી ના ૧૩૦ રૂપિયા ખર્ચી ને જવાનું થયું અને ત્યાંથી બીજી આટકોટ થી ગોંડલ સુધી નું ભાડું ચૂકવવું પડેલ તો આ અંગે જિલ્લા એસ.ટી ડેપો વિરૂદ્ધ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ને આજરોજ લેખિત ફરિયાદ સિહોર ના જાગૃત નાગરિક અને વરિષ્ઠ પત્રકાર હરીશભાઈ પવાર દ્વારા કરવામાં આવશે તેવું જણાવેલ. એટલે આ તંત્રની લીલીયાવાડી થી એવું સમજી શકાય કે જિલ્લા એસ.ટી ડેપો મેનેજર બીમાર હોય તો જિલ્લાની તમામ એસ.ટી બસોના પૈડાં અટકી શકે કેમ કે મેનેજર બીમાર છે ખરું તો હવે જોવાનું રહ્યું કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ તંત્રની ભૂલને કેટલી ગંભીર રીતે લઈને આકરા પગલાં ભરે છે.

Trending

Exit mobile version