Botad

અપહરણકારોની ચૂંગલમાંથી હીરા દલાલને બચાવી લીધો

Published

on

બોટાદના હિરા દલાલનું થયેલા અપહરણમાં LCB પોલીસે તમામ અપહરણકારોને દબોચી લઈને ભોગ બનનારને મૂક્ત કરાવ્યા

બોટાદ LCB પોલીસે 1લી ઓગષ્ટે સુરતમાં થયેલા અપહરણના આરોપીઓને બોટાદમાંથી જડપી પાડ્યા અને અપહરણકર્તાઓની ચૂંગલમાંથી હીરા દલાલને આબાદ બચાવીને તમામ અપહરણકારોને સુરત પોલીસને સોપવામાં આવ્યાં છે. બોટાદના હીરા દલાલ રમેશ 5 ઊર્ફે બંસી ઢોલાને ગત 1લી ઓગષ્ટે સુરતના ડભોલી બ્રિજ પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું. જેનો ગુન્હો પણ સુરતમાં રજીસ્ટર થયેલો હતો. બોટાદના હીરાના દલાલનું અપહરણ થતાં પોલીસે નાકાબંધી કરીને અપહરણકારોને જડપી પાડવા કવાયત શરૂ કરી હતી. ત્યારે મૂળ બોટાદના હીરા દલાલનું અપહરણ થતાં બોટાદ એસ.પી. કે.એફ.બળોલિયાએ બોટાદ LCBને અપહરણકારોને શોધવાની કમાન સોંપી હતી. ત્યારે એલસીબી પીઆઈ રીઝવી, પીએસઆઈ સોલંકી સહિતનો સ્ટાફ તપાસમાં હતો. તે દરમ્યાન વાઈટ કલરની એસંન્ટ ગાડીમાં અપહરણ કરીને બોટાદ લાવતા અપહરણકર્તાઓને સમઢિયાળા નં.1 ખાતેથી LCB એ દબોચી લીધા હતા. બોટાદ LCBએ અપહરણકર્તા આરોપી વિનોદ ઉર્ફે વિનું જામફળિયા, મેહુલ કણઝરીયા, વિકાસ કણઝરીયા અને કલ્પેશ ધારીયાને ઝડપી પાડ્યા હતા.

Rescued a diamond broker from the clutches of kidnappers

ગાડીમાંથી હીરાના દલાલ પણ મળી આવતા સુરત અપહરણન ગુનાનો ભેદ બોટાદ LCBએ ઉકેલ્યો હતો અને અપહરણ કરનારા આરોપીઓને સુરત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઇ હતી. આ વિશે બોટાદ ડિવાયેસપી નવીન આહિરે જણાવ્યું હતું કે, ગત તા.1 ઓગસ્ટ 2023ના રોજ બોટાદના હિરા દલાલ રમેશભાઈ ઉર્ફે બંસી ઢોલનું સુરતના ડભોલી બ્રિજથી ડાયમંડ બીઝનેસમાં લેતી દેતી બાબતે અદાવત રાખીને વિનોદ કણઝરીયા તથા અન્ય ત્રણઆરોપી દ્વારા એક ફોર વ્હિલ ગાડીમાં હિરા દલાલ રમેશભાઈનું અપહરણ કરીને ગેરકાયદે લાવી ગોંધી રાખીને માર મારવાની આઈપીસી 365, 342, 323, 114 મુજબની ફરીયાદ બોટાદ પોલીસને મળેલ જે અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ વડાએ એલસીબી પોલીસને તપાસ આપતા એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને મળેલી બાતમી મુજબ એલસીબી પોલીસે બોટાદના સમઢીયાળા ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન આ કાર પસાર થતા કારની તપાસ કરતા જેમાં હિરા દલાલ અને અપહરણકર્તા મળી આવેલ. જે બોટાદ એલસીબી પોલીસે ભોગ બનનારને છોડવીને અપહરણ કરનાર ચારેય આરોપીને પકડીને કાર્યવાહી કરીને આગળની તપાસ માટે સુરતના જહાંગીર પ્રા પોલીસ સ્ટેશનને 4 અપહરણકર્તાઓને સોપેલ છે. તેમ બોટાદ ડિવાયેસપી નવીન આહિરે જણાવ્યું હતું.

Exit mobile version