Botad
બોટાદના કૃષ્ણસાગર તળાવમાં મોટી દુર્ઘટના, ન્હાવા પડેલા 5 યુવકોના મોત, SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે
રઘુવીર મકવાણા
બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ડૂબતાં બે યુવાનોને બચાવવા ત્રણ યુવાનો કૂદયા, પાંચેયના મોત, ઘટનાની જાણ થતા જ એસપી સહિત પ્રાંત અધિકારી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો
બોટાદ શહેરના કૃષ્ણનગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનોના ડૂબી જવાથી મોત થયાં છે. આ તળાવમાં બે યુવાનો ન્હાવા પડ્યા હતાં આ દરમિયાન તેઓ ડૂબવા લાગતાં તેમને બચાવવા અન્ય ત્રણ યુવાનો તળાવમાં કૂદ્યા હતાં. બે ને બચાવવાના ચક્કરમાં પાંચેય યુવાનોના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં છે.
ઘટનાની જાણ થતા જ પ્રાંત અધિકારી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.આ તમામ યુવકો બોટાદ શહેરના પાળિયાદ રોડ પરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયરવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે દોઢ કલાકની જહેમત બાદ પાંચેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર તમામ મૃતકો બોટાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગ સહિત બોટાદ મામલતદાર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
કૃષ્ણસાગર તળાવમાં બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં અરરાટી વ્યાપી જવા પામી હતી તેમજ પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયો હતો.
- ફાયર વિભાગે મૃતદેહોને બહાર કાઢ્યા
- ફાયર વિભાગે મૃતદેહોને બહાર નીકાળવા માટે લગભગ દોઢ કલાક જેટલો સમય જહેમત ઉપાડી હતી. જે બાદ પાંચેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
- પરિવારમાં આક્રંદ
- કૃષ્ણસાગર તળાવમાં બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં અરરાટી વ્યાપી જવા પામી હતી તેમજ પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો છે. પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયો છે.