Gujarat

બોટાદ સહિત ગુજરાતના 21 રેલવે સ્ટેશનોમાં પુન: નિર્માણનો વડાપ્રધાનના હસ્તે પ્રારંભ

Published

on

કુવાડિયાc

બોટાદ સહિત ગુજરાતના 21 રેલવે સ્ટેશનોના રિ-ડેવલપ માટે રૂા. 8332 કરોડની ફાળવણી : અસારવા રેલવે સ્ટેશન ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજયમંત્રી જગદીશ વિશ્વકર્મા ઇ-શિલાન્યાસમાં ઉપસ્થિત રહ્યા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના પ08 રેલવે સ્ટેશનોના પુન:નિર્માણ કાર્યનો શુભારંભ અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનથી આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રેલવે સેવાઓ દેશની સંસ્કૃતિ, પર્યટન અને તીર્થસ્થાનને જોડવાનું મહત્વપૂર્ણ યાતાયાત માધ્યમ બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી અમૃત ભારત સ્ટેશન યોજના અન્વયે દેશના 508 રેલવે સ્ટેશનોને રૂા.24 હજાર કરોડના ખર્થે પુન:નિર્માણનો પ્રારંભ થયો છે. જેમાં ગુજરાતના 21 રેલવે સ્ટેશનોનું પણ રૂા. 8.45 કરોડના ખર્ચે પુન:નિર્માણ થવાનું છે. મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું કે વડાપ્રધાનના 9 વર્ષના સુશાસનમાં દેશની માળખાકીય સુવિધાઓમાં ખાસ કરીને રેલવે, રોડ, હવાઇ સેવાઓના વિસ્તરણ અને વર્લ્ડ કલાસ સુવિધાઓ મળતી થઇ છે. ગુજરાતમાં રેલવે સેવાઓના વિસ્તરણ તથા અન્ય માળખાકીય સુવિધાઓ માટે રૂા. 30,800 કરોડના કામો ચાલી રહ્યા છે અને 2023-24ના બજેટમાં વિક્રમજનક રૂા.8332 કરોડ આવા કામો માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. વધુમાં ભારતમાં નિર્મિત એવી મેઇક ઇન ઇન્ડીયા 25 વંદે ભારત ટ્રેન દેશને વડાપ્રધાનને આપી છે. તેમાં બે ગુજરાતને મળી છે .એટલું જ નહિ, પ્રથમ બુલેટ ટ્રેનની કામગીરી પણ પ્રગતિમાં છે.પ્રવાસનને પ્રમોટ કરવા વિસ્ટાડોમ કોચ, સ્ટેચ્યુ ઓફ યુનિટ સુધી રેલ કનેકટીવીટી, ખેડુતોની ખેતપેદાશો માર્કેટ સુધી પહોંચાડવા કિસાન રેલ આજે દોડી રહી છે. વડાપ્રધાને અમૃત ભારત સ્ટેશન યોજના દ્વારા દેશના રેલવે સ્ટેશનોને આઇકોનિક પ્લેસીસ બનાવવાનો સંકલ્પ કર્યો છે.

Reconstruction of 21 railway stations of Gujarat, including Botad, started by the hands of the Prime Minister

ગુજરાતના સમગ્રતયા 87 સ્ટેશનોને આનો લાભ મળવાનો છે. વડોદરામાં નિર્માણ થઇ રહેલી ગતિશકિત યુનિવર્સિટી અને દાહોદમાં રેલવે એન્જીન ફેકટરી પુન: કાર્યરત થવામાં વડાપ્રધાનના વિઝનની વિશદ છણાવટ કરી હતી. રાજયસભાના સાંસદ નરહરિભાઇ અમીને કહ્યું કે આજે સમગ્ર દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ઝડપથી આગળ ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં આજે 508 રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા માટે જે ભૂિ પૂજન થયું છે એ સમગ્ર દેશવાસીઓ માટે એક ગર્વની વાત છે. અમદાવાદ ડિવિઝનના 9 સહિત રાજયના 21 રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઇ-ભૂમિપૂજન થયું છે. ભારતીય રેલ આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકારના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દેશમાં રેલવે સ્ટેશનોને વિશ્વ કક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રી-ડેવલપ થનાર રેલવે સ્ટેશનમાં અસારવા, ભચાઉ, ભકિતનગર, ભરૂચ, બોટાદ જંકશન, ડભોઇ જંકશન, ડેરોલ જંકશન, ધ્રાંગધ્રા, હિંમતનગર, કલોલ જંકશન, કોશદ, મિયાગામ, કરજણ જંકશન, ન્યુ ભુજ, પાલનપુર જંકશન, પાટણ, પ્રતાપનગર, સંજાણ, સાવરકુંડલા, સુરેન્દ્રનગર, વિરમગામ, વિશ્વામિત્રી જંકશનનો સમાવેશ થાય છે. આ રેલવે સ્ટેશનમાં ઉપલબ્ધ થનાર સુવિધાની વાત કરીએ તો સ્ટેશનોનું પરિવર્તન રૂફ પ્લાઝા, શોપીંગ ઝોન, ફૂડ કોર્ટ, કિડસ પ્લે એરીયા વિગેરેની સુવિધાઓ સાથે સીટી સેન્ટર તરીકે કરવામાં આવશે. આ સાથે યાત્રીઓની સુવિધા માટે અલગ અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર, મલ્ટી લેવલ પાર્કિંગ લિફટ, એકસેલેટર, એકઝીકયુટીવ લોન્ચ, વેઇટીંગ એરીયા, ટ્રાવેલેટર, દિવ્યાંગજન અનુકુળ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવશે. આમ મલ્ટી મોડલ કનેકટીવીટીના સમન્વય સાથે રી-ડેવલોપ થનારા સ્ટેશનનો પ્રદેશની સામાજિક અને આર્થિક પ્રવૃતિઓનું કેન્દ્ર બનશે.આ કાર્યક્રમ પ્રસંગે અસારવા રેલવે સ્ટેશન ખાતે રાજયકક્ષાના મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, મુખ્ય સચિવ રાજકુમાર, અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.સર્વે ધારાસભ્યો, સર્વ કાઉન્સીલરો ડીઆરએમ સુધીરકુમાર શર્મા, રેલવેના અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version