Bhavnagar
કાલે ભાવનગરમાં જગન્નાથજીની રથયાત્રા : ૯ ટન ચણાની પ્રસાદીનું વિતરણ કરાશે
કુવાડિયા
જીતુભાઇ વાઘાણી, વિભાવરીબેન દવે, ભારતીબેન શિયાળ, રાજેન્દ્રસિંહ રાણા, કિર્તીબેન દાણીધારીયા ઉપસ્થિત રહેશે : ૧૦૦ ટ્રક, ૨૦ ટ્રેકટર, હાથી – ધોડા, રાસ મંડળીઓ જોડાશે
દેશની ત્રીજા નંબરની અને અમદાવાદ પછી રાજય ની બીજા નંબરની ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં તા. ૨૦ ને મંગળવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈશ્રી બલરામજી અને બહેનશ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાષાોકત વિધિ કરી સ્થાપના પૂજા અર્ચન કરવામાં આવશે અને સંતો, મહંતો, મહામંડલેશ્વરશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી વિજયરાજસિંહજી તથા યુવરાજશ્રી જયવીરસિંહજીના વરદ્ હસ્તે સોનાના ઝાડુથી ‘છેડાપોરા’ વિધિ તથા ‘પરિ’ વિધિ કરી દબદબાપૂર્વક રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે .તેમ આ અંગેની માહિતી આપતા રથયાત્રા સમિતિ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી હરૂભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું . વિશેષમાં જણાવેલ કે, પરંપરાગત રીતે જે કાષ્ટના રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે તે રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે.
રથયાત્રામાં ભગવાનના પ્રસાદરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩ ટન ચણાની પ્રસાદી નું વિતરણ કરવામાં આવશે. આ વર્ષે રથયાત્રામાં પૂર્વ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ મંત્રીશ્રી વિભાવરીબેન દવે, ભાવનગરના સાંસદ શ્રીમતી ભારતીબેન શીયાળ, પૂર્વ સાંસદશ્રી રાજેન્દ્રસિંહજી રાણા, મેયર શ્રી કિર્તીબેન દાણીધારીયા વિગેરે મહાનુભાવો ઉપસ્થિત ૨હેશે. રથયાત્રામાં જુદા-જુદા આકર્ષણો જોડાનાર છે જેમાં મીની ટ્રેઇન, વાંદરો, નાસિક-ઢોલ, તોપ, વિગેરે આકર્ષણો આ રથયાત્રામાં જોડાશે. રથયાત્રાની આગળ આગળ તાત્કાલિક રંગોળીઓ બનાવવામાં આવશે. જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ આગળના ચોકમાં રંગોળીઓ બનાવવામાં આવતી જશે, જે આ રથયાત્રાની વિશિષ્ટતા બની રહેશે.