Bhavnagar
ભાવનગરની રથયાત્રામાં જોડાયેલા ફલોટ અને વેશભૂષાના વિજેતાઓને ઇનામ આપવામાં આવશે
કુવાડિયા
દર વર્ષની પરંપરા મુજબ ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 38 મી રથયાત્રાનું આયોજન આગામી તા-20/06/2023ને મંગળવારના રોજકરવામાં આવેલ છે. આ રથયાત્રામાં દર વર્ષે જોડાતા ફલોટસ તથા વેશભૂષાની સ્પર્ધા યોજવામાં આવેલ છે. અને આ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે એક જ્યૂરી-પેનલની રચના કરવામાં આવે છે. અને તેમાં જુદી જુદી થીમ આધારિત ફલોટસનું માર્કિંગ કરવામાં આવે છે. જેપૈકી ધાર્મિક, સાંસ્કૃતિક, જનજાગૃતિ, પર્યાવરણ રાષ્ટ્રીયતા વગેરે થીમો બનાવવાની સૂચનાઓ જેતે સ્પર્ધકોને આપવામાં આવે છે અને તે આધારે નિર્ણાયકશ્રીઓ તેનું નિર્ણય લેતા હોય છે.
આ જયૂરી પેનલની એક મીટીંગ રથયાત્રા કાર્યાલય ખાતે યોજવામાં આવેલી. જેમાં જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓની ચર્ચાઓ કરવામાં આવેલી અને સર્વે નિર્ણાયકશ્રીઓએ પોતાના મંતવ્યો રજૂ કરી એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવેલ અને તે મુજબ રથયાત્રાના દિવસે ફ્લોટ તથા વેશભૂષા નુંનિરીક્ષણ કરી પરિણામ તૈયાર કરી સાંજે7 કલાકે રથયાત્રા હાલુરિયા ચોકમાં પહોંચે ત્યારે બંધ કવરમાં આ પરિણામ હાજર મહાનુભાવના હસ્તે રથયાત્રા સમિતિના અધ્યક્ષ શ્રી હરૂભાઈ ગોંડલીયાને સુપ્રત કરવામાં આવશે. અને તે પરિણામ મુજબ વિજેતા ફલોટસ ને રોકડ સ્વરૂપે પુરસ્કાર આપવામાં આવશે.