Gujarat
રાજકોટને પણ વંદેભારત ટ્રેનની ભેટ આપવા રામભાઈ મોકરીયાની રેલવેમંત્રીને અપીલ
સૌરાષ્ટ્રને વંદે ભારત એક્સપ્રેસ મળે તે અંગે રાજ્યસભાના ભાજપના સાંસદ રામભાઈ મોકરિયા રેલવે મંત્રીને રજૂઆત કરશે. તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ આ અંગે રજૂઆત કરી હતી પરંતુ હવે તેઓ તેમની સાથે મુલાકાત કરીને સૌરાષ્ટ્રને વધુમાં વધુ ટ્રેનો મળે તે અંગે રજૂઆત કરશે જેથી રોડ માર્ગે મુસાફરીનું ભારણ ઘટે. આ સાથે તેઓ સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળોને પણ રેલવે દ્વારા જોડવા રજૂઆત કરશે
મહત્વનું છે કે રાજ્યમાં અમદાવાદ-મુંબઈ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડતી હોવાથી સૌરાષ્ટ્રવાસીઓને ફાયદો થાય તેવું સાંસદ રામભાઈ મોકરિયા ઈચ્છે છે. વંદે ભારત એક્સપ્રેસ દેશભરમાં દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે જેથી મુસાફરો ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે.
રાજ્યમાં રેલવે કનેક્ટિવિટી વધુ સુદ્રઢ બને તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપના જ સાંસદ રામભાઈ કોકરિયાએ વંદે ભારત એક્સપ્રેસ હવે સૌરાષ્ટ્ર પહોંચવી જોઈએ તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, “અમદાવાદ અને રાજકોટ વચ્ચે જે ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું હતું તે પૂર્ણ થઇ ગયું. તેથી હવે અમે સૌરાષ્ટ્ર સુધી મહત્તમ ટ્રેન સુવિધા મેળવી શકીએ અને રસ્તા પરનું ભારણ ઓછું કરી શકીએ, સોમવારે હું રેલવે મંત્રી અશ્વિનીને મળ્યો. હું વૈષ્ણવને રૂબરૂ રજૂઆત કરવા ગયો હતો.
સૌરાષ્ટ્રની રેલ્વે કનેકટીવીટી અંગે પોતે અગાઉ પણ વાત કરી હતી અને ફરી એક વખત તેઓ રેલ્વે મંત્રીને મળીને આ મુદ્દે રજૂઆત કરવાના છે. સાંસદ રામભાઈએ જણાવ્યું હતું કે, “રાજકોટને વંદે ભારત ટ્રેન મળવી જોઈએ, જે અમદાવાદથી રાજકોટ, દ્વારકા, સોમનાથ અને પોરબંદર એમ ત્રણેય ધાર્મિક સ્થળો છે અને તેને લોકો સમક્ષ રજૂ કરવી જોઈએ. અમદાવાદ-રાજકોટ વચ્ચે ડબલ ટ્રેકની સમસ્યા દૂર થઈ છે. જો એમ હોય તો હાઈ સ્પીડ ટ્રેનની સુવિધા આપવી જોઈએ.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજધાની જેવી ટ્રેનને રાજકોટ સુધી લંબાવવી જોઈએ. આ ઉપરાંત તેઓ શતાબ્દી ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા અંગે પણ રજૂઆત કરવાના છે.