Sihor
સિહોરમાં G20 અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા રેલી યોજાઈ ; રેલી શહેરભરમાં ફરી
પવાર
- G-20 સમીટ અનુસંધાને રન ક્લાઈમેટ અને એન્વાયરમેન્ટ માટે પીઆઇ ભરવાડ સહિત સિહોર પોલીસના જવાનો રેલીમાં જોડાયા
સિહોર શહેરમાં G-20 રન ફોર એન્વાયરમેન્ટ ક્લાઇમેટ ચેન્જ અંતર્ગત પોલીસ દ્વારા રેલી યોજોઈ હતી જેમાં સિહોરના પોલીસ પીઆઇ તથા અન્ય પોલીસ કર્મીઓ રેલીમાં જોડાયા હતા સિહોરમાં આજે G20 રન ફોર એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જ અંતર્ગત પોલીસ અધિકારી કર્મચારીઓ માટેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિહોરના પીઆઇ ભરવાડ ઉપરાંત શહેર અને ગ્રામ્ય વિભાગના પોલીસ કર્મચારી સહિત પોલીસ સ્ટાફ દ્વારા રેલી યોજાઈ હતી. સિહોર પોલીસ સ્ટેશન ખાતે G.20અંતર્ગત રનફોર એન્વાયરમેન્ટ એન્ડ કલાઇટ મેટ ચેન્જનો અવરનેસ પ્રોગ્રામને લઈ સિહોર પોલીસ સ્ટેશનના અધિકારી પીઆઇ ભરવાડની આગેવાની હેઠળ તમામ પોલીસ સ્ટાફ,હોમગાર્ડ ,GRD જવાનો સહિતનો સ્ટાફ સાથે શહેરમાં વિશાળ રેલી સ્વરૂપે શાંતિના દૂત સમાન સફેદ ટી શર્ટ તેમજ G 20નો લોગો લગાડી રેલી શહેરભરમાં ફરી અને આકર્ષક સાથે આકર્ષીત લાગ્યું હતું..
હકીકત જોતા પોલીસ ખાખી કપડામાં સજજ હોય છે.આજ સફેદ ટીશર્ટ અને ખાખી પેન્ટ સાથે આ સફેદ ટીશર્ટ ને લઈ શાંતદૂત સમાન લાગતાં શહેરીજનો આ આકર્ષક રેલીને શિસ્તબદ્ધ ,રેલી સ્વરૂપે નીકળી હતી ભારત દેશ ને G20 નું લિડરશિપ મળેલ તે એક ગૌરવ સમાન છે.