Sihor

ચૂંટણીને લઈ પોલીસ એક્શનમાં ; સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગમાર્ચ ફૂટ પેટ્રોલિંગ

Published

on

Pvar

શહેર કે ગ્રામ્યમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય માટે સિહોર પીઆઇ ભરવાડની રાહબરીમાં પોલીસ જવાનોનું એરિયા ડોમીનેશન : સંવેદનશીલ બુથો સુધીની વિઝીટ

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા લશ્કરી દળના જવાનોની મદદથી પ્રતિદિન અવિરત કવાયત હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસના જવાનોની સાથે સીઆરપીએફના જવાનોનું ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સિહોર પોલીસના પીઆઇ ભરવાડના માર્ગદર્શન હેઠળ તેમજ અન્ય પોલીસ સ્ટાફ અને સીઆરપીએફના જવાનો દ્વારા ગ્રામ્યના ટાણા સહિત ગામોમાં વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે.
In the police action regarding the election; Flagmarch foot patrol in rural areas of Sihore

રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. ત્યારે ચૂંટણીના આ માહોલમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં રાઉન્ડ ધ કલોક કામગીરી શરૂ કરી છે. તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પોલીસે કમર કસી લીધી છે. ત્યારે સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ અને પોલીસ સ્ટાફ એસઆરપી જવાનો ગામડાઓમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે.

Exit mobile version