Sihor
સિહોરના કેશવનગરમાં રહેતા રાજુ વાઘેલાએ એમની પત્નીને કનાડની સીમમાં લઈ જઈને ત્રીક્ષણ હથિયારના ઘાં ઝીકી દીધા ; હાલત ગંભીર
હરીશ પવાર
મોડી સાંજની ઘટના, કેશવનગરમાં રહેતા રાજુ વાઘેલા એમની પત્નીને સિહોર નજીક આવેલ કનાડ ગામની સીમમાં લઈ જઈને ગળામાં ભાગે ત્રિક્ષણ હથિયારના ઘાં જીકી દેતા ચકચાર, પત્ની સજ્જનબેન વાઘેલાની હાલત ગંભીર, સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા, બનાવનું કારણ અંકબંધ
આ લખાઈ છે ત્યારે રાત્રીના 8/52 કલાકે મળતા અહેવાલો મુજબ સિહોરના કનાડ ગામની સીમમાં કોઈ કારણોસર પતિએ પત્નીને મારી નાખવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી છે. અમારા સહયોગી હરેશ પવારે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતેથી વિગતો આપતા જણાવ્યું હતું કે સિહોરના કેશવનગરમાં રહેતા રાજુ વાઘેલા નામના વ્યક્તિએ એમના પત્ની સજ્જનબેન વાઘેલાને કનાડ ગામની સીમમાં લઈ જઈને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે.
હાલ તો ઇજાગ્રસ્ત સજ્જનબેનની હાલત ગંભીર જણાઈ રહી છે અને જેઓને સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે ભાવનગર રીફર કરાયા હતા, હરેશ પવાર વધુ વિગત આપતા જણાવ્યુ હતુ કે સિહોરના કેશવનગરમાં રહેતા રાજુ વાઘેલા નામના વ્યક્તિએ આજે મોડી સાંજના સમયે તેમની પત્ની સજ્જનબેન વાઘેલાને કનાડ ગામની સીમમાં લઈ જઈને કોઈ કારણોસર ગળાના ભાગે હથિયારના ઘાં જીકી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, બનાવને લઈ સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્ત સજ્જનબેન વાઘેલાને ૧૦૮ મારફત સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તેઓની હાલત ગંભીર જણાતા તબીબે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ઇજાગ્રસ્ત સજ્જનબેન વાઘેલાને એક પુત્ર એક પુત્રી છે પતિ રાજુ વાઘેલા છૂટક મજૂરી કામ કરે છે અને સિહોર કેશવનગરમાં રહે છે અને સજ્જનબેનનું પિયર સિહોરનું ગાયત્રી પાર્કમાં હોવાનું જાણવા મળ્યું છે સજ્જનબેન હાલ પણ પ્રેગનેટ હોવાનું તબીબે જણાવ્યું હતું, બનવાનું કારણ અંકબંધ હોવાનું હરેશ પવારે જણાવ્યું હતું