Sihor
સિહોર ; પત્ની જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ છે અને પતિએ ટ્રેન હડફેટ મોતને વ્હાલું કરી લીધું
પવાર
સિહોરના કેશવનગરમાં રહેતા દંપતી વચ્ચેનો ઝગડો ઉગ્ર બનતા ગઈકાલે પતિએ ઉશ્કેરાઈને પત્ની પર હુમલો કરતા પરિણીતા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ છે, પતિએ આજે સાંજે સિહોરના રેલવે સ્ટેશન ખાતે ભાવનગર બોટાદ ટ્રેન હડફેટ આપઘાત કરી લીધો
સિહોરના કનાડ ગામની સીમમાં પત્ની પર હુમલો કરી મારી નાખવાની કોશિક કરનાર પતિએ પોતે પણ ભાવનગર બોટાદ ટ્રેન હડફેટ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે કેશવનગરમાં રહેતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઝઘડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા પતિએ ગઈકાલે પત્નીનું ગળું કાપી હત્યાનો પ્રયત્ન કરતા ગંભીર રીતે ઘવાયેલી મહિલાને તત્કાળ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યારે પતિએ આજે સાંજના સમયે પતિએ ટ્રેન હડફેટ મોતને વ્હાલું કરી લીધું છે.
સિહોર શહેરના કેશવનગરમા રહેતા અને સિહોર તાલુકાના કનાડ ગામે ખેતી કરતાં રજની વાઘેલાને તેની પત્ની સાથે ઘરમાં રોજબરોજ નાના-મોટા ઝઘડા થતાં હોય આ ઝઘડાએ આજરોજ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિ પત્નીને લઈને કનાડ ગામે વાડીએ લઈ ગયો હતો, જયાં ફરી દંપતી વચ્ચે ઝઘડો થતાં આવેશમાં આવેલા પતિ રજનીએ કોઈ તિક્ષ્ણ હથિયાર ઉઠાવી પત્નીના ગળે ફેરવી દેતાં આસપાસના લોકો એકઠા થયા હતા અને ગંભીર હાલતે પ્રથમ સારવાર અર્થે સિહોર ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જયાં તેણીની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પતિએ પણ સિહોરના રેલવે સ્ટેશન ખાતે ટ્રેન હડફેટ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રોગતિમાં કર્યા છે.