Gujarat

રાહુલની હકાલપટ્ટીની દુનિયાભરના મીડીયામાં નોંધ : મોદી વિરોધી અંતિમ નેતાને હાંકી કઢાયા

Published

on

પવાર

શશી થરૂરે ટવીટ કર્યુ- હવે દુનિયાના દરેક ખુણે ભારતનો અવાજ સંભળાવ્યા લાગ્યો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સંસદના સભ્યપદેથી હાંકી કાઢવાના પગલાની વિશ્ર્વભરના મીડીયાએ નોંધ લીધી છે અને અમેરીકી પ્રતિષ્ઠિત અખબાર ન્યુયોર્ક ટાઇમ્સે તો એમ લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરતા આખરી રાષ્ટ્રીય નેતાઓ પૈકીના એક એવા રાહુલ ગાંધીને સંસદમાંથી હટાવી દેવાયા છે. વિદેશી અખબારોએ રાહુલ ગાંધીની હકાલપટ્ટની લીધેલી નોંધ પ્રકાશિત કરેલા સમાચારો શશી થરૂરે ટવીટ કરીને દર્શાવ્યા છે

Rahul's ouster gets worldwide media attention: Last anti-Modi leader ousted

અને ટવીટમાં એવુ લખ્યું કે, તેઓએ અવાજ દબાવવાની કોશીશ કરી પરંતુ હવે દુનિયાના દરેક ખુણે ભારતનો અવાજ સંભળાય રહયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના સમાચારની નોંધ ગાર્જીયન ઓસ્ટ્રેલીયા, સ્પેનિશ ટેલેમુનડો, જર્મનીના ફેંકર્સ્ટર આલેમેને, સાઉદી અરેબીયાના અશરફ ન્યુઝ, ફ્રાંસના આરએફઆઇ, સીએનએન બ્રાઝીલ સહિતના પ્રતિષ્ઠિત મીડીયાએ નોંધ લીધી છે.

Advertisement

Exit mobile version