Bhavnagar

ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મીએ કરશે જંગી જાહેરસભા

Published

on

પવાર

પશ્ચિમ વિધાનસભામાં જાહેર સભા કરી જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકની જીત નિશ્ચિત કરશે નરેન્દ્રભાઈવિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 1ડિસેમ્બરે મતદાન છે, એ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પવન વેગી અને ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. આગામી 23મીએ તેઓ ભાવનગરમાં ચૂંટણી પ્રચાર માટે જંગી જાહેર સભા કરશે. ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં આ જાહેર સભા યોજાશે તેમ જાણવા મળ્યું છે. ભાજપને આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીનો પણ સામનો કરવાનો છે ત્યારે ભાજપે કાર્પેટ બોમ્બ પદ્ધતિથી પ્રચાર પ્રસાર ગોઠવ્યો છે જેમાં સ્ટાર પ્રચારકો ઉપરાંત પ્રદેશ અને સ્થાનિક નેતાઓ પ્રચારમાં ઉતરી પડી વિપક્ષોની છાવણીમાં સોંપો પાડી દેશે.! જરૂર પડે ત્યાં વડાપ્રધાન મોદી પણ સભા કરશે. શહેરની પશ્ચિમ વિધાનસભા બેઠક મત વિસ્તારમાં પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય એમ ત્રણેય વિધાનસભાના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં બુધવાર તા.23 નવેમ્બરે નરેન્દ્રભાઈ જંગી જાહેર સભા કરશે. વિપક્ષોના સૂપડા સાફ કરવા અને સમીકરણો બદલવામાં મોદી માહિર છે ત્યારે પશ્ચિમ વિધાનસભાના ચૂંટણી જંગમાં જીત નિશ્ચિત કરવા મોદી મ્હોર મારશે તેમ રાજકીય પંડિતોનું ગણિત છે.!
પ્રાથમિક વિગતો અનુસાર શહેરના ચિત્રા ખાતે સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન જાહેર સભા કરશે, હાલ મંજૂરી સહિતની કામગીરી હાથ ધરાઈ

Exit mobile version